અહેવાલ : સી.કે.નાથ નખત્રાણા
ભારતીય બનાવટનો રૂ. 3.83 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો,નખત્રાણા પોલીસે પ્રોહિબિશન મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી
July 09, 2026
0
નખત્રાણા, તા. 09 ઓગસ્ટ, 2026: નખત્રાણા પોલીસે પ્રોહિબિશન વિરોધી કામગીરી દરમિયાન ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી રૂ. 3,83,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, તા. 09/08/2026ના રોજ સવારે આશરે 10:00 કલાકે નખત્રાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ મંજલ ઓ.પી. વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢાને ખાનગી બાતમી મળી હતી કે સિલ્વર કલરની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભડલીથી ભુજ તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે ભડલી-ભુજ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની ડીકીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કાર ચાલકને સ્થળ પરથી જ ઝડપી પાડી દારૂ તથા વાહન સહિત કુલ અંદાજિત રૂ. 3,83,500નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા, એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. સબીરઅલી બાયડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ આયર, નરેન્દ્રસિંહ સોઢા તથા મીતકુમાર પટેલે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
Share to other apps

