રાપર તાલુકામાં સરકારી જમીન પરથી ૯ બિનઅધિકૃત દબાણો દૂર

0
જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહીથી આશરે ૧૨,૯૦૦ ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત
    માનનીય કલેક્ટરશ્રી અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ રાપરના મામલતદારશ્રીએ પોલીસ વિભાગની મદદથી તા. 08/07/2026ના રોજ રાપર તાલુકાના લોદ્રાણી અને આડેસર ગામોમાં સરકારી તથા ગામતળની જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન કુલ ૯ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ૪ કોમર્શિયલ તથા ૫ ધાર્મિક પ્રકારના બિનઅધિકૃત બાંધકામોનો સમાવેશ થાય છે.લોદ્રાણી ગામ ખાતેની કાર્યવાહી લોદ્રાણી ગામમાં વિવિધ કોમર્શિયલ તથા ધાર્મિક બાંધકામો મળી કુલ અંદાજે ૧૦૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણોની અંદાજિત બજાર કિંમત લાખો રૂપિયામાં હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું.આડેસર ગામ ખાતેની કાર્યવાહી આડેસર ગામ ખાતે અંદાજે ૩૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર થયેલું એક કોમર્શિયલ બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. ૮ લાખ જેટલી હોવાનું જણાવાયું છે.આમ, લોદ્રાણી અને આડેસર ગામોમાં કુલ ૪ કોમર્શિયલ અને ૫ ધાર્મિક દબાણો દૂર કરી આશરે ૧૨,૯૦૦ ચોરસ મીટર કિંમતી સરકારી/ગામતળની જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ જમીનની કુલ અંદાજિત બજાર કિંમત રૂ. 36.50 લાખ હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે.જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના બિનઅધિકૃત દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top