સામખીયારી પોલીસની હદમાં 133થી વધુ દેશી દારૂના હાટડા ધમધમે છે? આખરે કોની રહેમનજર હેઠળ ચાલે છે આ ગેરકાયદેસર ધંધો?
August 03, 2026
0
પૂર્વ કચ્છના સામખીયારી પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા બેફામ રીતે ચાલી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે સામખીયારી ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 133થી વધુ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવા છતાં કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ખરેખર આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તો સામખીયારી પોલીસને તેની જાણ કેમ નથી? અત્યાર સુધી આવા ધંધાઓ સામે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? જેના કારણે પોલીસની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.લોકોમાં એવી પણ ચર્ચા છે કે સતત ચાલી રહેલા આ ગેરકાયદેસર ધંધાઓ પાછળ કોઈની રહેમનજર તો નથી ને? જોકે આવા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો આ અંગે કોઈ ફરિયાદો અથવા માહિતી ઉપલબ્ધ હોય તો સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી હકીકતો જાહેર કરવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે.સ્થાનિક નાગરિકોએ જિલ્લા પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી, જો ગેરકાયદેસર દારૂના હાટડા ચાલતા હોય તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે
Share to other apps

