ભચાઉમાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, ચાર સામે ગુનો નોંધાયો

0
ભચાઉ તાલુકાના જૂની મોટી ચીરઈ ગામે લૂંટના ગુનાના નાસતા-ફરતા બે આરોપીઓને પકડવા ગયેલી રાપર પોલીસની ટીમ પર હુમલો અને ફરજમાં રૂકાવટનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ચાર શખ્સો સામે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ રાપર પોલીસ મથકે ફરજ બજાવતા પી.એસ.આઈ. ભરતકુમાર શિવા ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી હતી કે લૂંટના ગુનાના આરોપી સંજય વિશન લોદરિયા અને દિનેશ બેચર લોદરિયા જૂની મોટી ચીરઈ ગામે આશરો લઈને બેઠા છે. પોલીસ સ્થળ પર પહોંચતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરી આરોપીઓને ભાગી જવાની તક આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.પોલીસના જણાવ્યા અનુસાર ફરજમાં રૂકાવટ ન કરવા સમજાવતા બંને શખ્સોએ પી.એસ.આઈ. સાથે ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પાડી દીધા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ સ્થળેથી સંજય લોદરિયાની નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ક્રેટા કાર પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે.ભચાઉ પોલીસે ફરજમાં રૂકાવટ, હુમલો અને ધમકી સહિતની કલમો હેઠળ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top