ભચાઉમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈ જય માતાજી ગ્રુપ અને ભચાઉ યુવક મંડળની અગત્યની બેઠક યોજાઈ
August 23, 2026
0
ભચાઉ શહેર ખાતે આગામી તા. 4 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીને લઈ અટલ વડલા ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદિપસિંહ વી. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહોત્સવની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ચંપાબેન ગોઠી, કાઉન્સિલર રાજેન્દ્રસિંહ વી. જાડેજા,પદવીદાન ગઢવી, હીતુભા જાડેજા, અવિનાશભાઈ જોષી, ચંદુભાઈ, શિવમભાઈ જોષી, રાઘુભાઈ પીપરીયા, મહેશભાઈ સોલંકી, જયંતિભાઈ દરજી, શૈલેન્દ્રસિંહ ડી. જાડેજા, ખોડાભાઈ પીપરીયા, વાલજીભાઈ વાઘેલા, અલ્પભાઈ પ્રજાપતિ, ઇલલાબેન શાહ, રૂપલબેન દેસાઈ, મનિષાબેન, લીલાબેન સહિત આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટેની પૂર્વ તૈયારીઓની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. તેમજ ઉત્સવમાં દરેક સમાજના લોકો જોડાઈ શકે અને સૌના સહયોગથી ભાઈચારા તથા એકતાના માહોલમાં જન્માષ્ટમીની ઉજવણી થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
Tags
Share to other apps

