ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી, LCB PI સહિત 6 પોલીસકર્મી-અધિકારીઓ સામે તવાઈ

0
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્રમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દારૂકાંડમાં પોલીસની ભૂમિકા સામે ઉઠેલા સવાલો વચ્ચે ભાવનગર LCBના PI મયુરધ્વજસિંહ સરવૈયાને DGP દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત વરતેજ પોલીસ સ્ટેશનના PI પઢેરિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ બાદ ગઈકાલે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે LCB PI સહિતની વધુ કાર્યવાહીથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.લઠ્ઠાકાંડ બાદ અત્યાર સુધીમાં કુલ 6 પોલીસકર્મી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દારૂકાંડને લઈને પોલીસની કામગીરી અને ભૂમિકા અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્રમાં સસ્પેન્શનની કાર્યવાહીથી ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top