ભચાઉના ચોપડવા સીમમાં સરકારી જમીન પર દબાણની ફરિયાદ, લેન્ડ ગ્રેબિંગ કેસની કાર્યવાહી ચાલુ હોવાનો દાવો

0
ભચાઉ તાલુકાના ચોપડવા સીમ વિસ્તારમાં આવેલી એક કંપની સામે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.ફરિયાદ મુજબ, ચોપડવા સીમ વિસ્તારમાં આવેલા 455 ટાવરો પૈકી ટાવર નંબર-1ની આસપાસ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે હાલ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળની કાર્યવાહી ચાલી રહી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થાય તો આગામી દિવસોમાં આ મામલે મોટો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ સમગ્ર મામલે તંત્રની તપાસ અને કાર્યવાહી તરફ સૌની નજર મંડાઈ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top