અંજારમાં કાયદાનો ડર ઘટ્યો? જાહેરમાં હથિયારો સાથે ફરતા તત્વો સામે કાર્યવાહી ક્યારે?

0
અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં હથિયારો સાથે ફરીને દાદાગીરી અને સીન-સપાટા કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી હોય તો તેના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થવી જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે.નાગરિકોનો સવાલ છે કે જાહેરમાં કાયદાનો ભંગ કરનાર તત્વો સામે અંજાર પોલીસ દ્વારા સમયસર પગલાં કેમ લેવામાં આવતા નથી? કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની છે, ત્યારે લોકો સુરક્ષાની લાગણી અનુભવે તે માટે અસરકારક કાર્યવાહી જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે જો કોઈ વ્યક્તિ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન કરે, લોકોને ભયભીત કરે અથવા કાયદાનો ભંગ કરે તો તેની સામે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.નાગરિકોએ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓને અંજારમાં પેટ્રોલિંગ વધારવા, અસામાજિક તત્વો પર નજર રાખવા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા જરૂરી પગલાં લેવા અપીલ કરી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top