સુરતમાં સિટીલાઈટ વિસ્તારમાં સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોએ રેલી યોજીને દુકાનોના ભ્રામક નામો આપી ગ્રાહકોની દાદાગીરી કરનારાઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોએ જણાવ્યું કે સિટીલાઇટ વિસ્તારમાં એક ખાસ સમુદાયના વ્યક્તિએ લાવણ્યા નામની દુકાન ખોલી છે. 23 ઓક્ટોબરના રોજ એક પરિવારના સભ્યો તેની દુકાને ખરીદી કરવા ગયા હતા. જ્યારે તેને કોઈ વસ્તુ પસંદ ન આવી ત્યારે દુકાનમાં હાજર વ્યક્તિએ તેની સાથે અસભ્ય વર્તન કર્યું. તેમને બંદૂક બતાવીને ધમકી આપી. જેના વિરોધમાં સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ બે દિવસ પહેલા દુકાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ભ્રામક નામનો ઉપયોગ કરતા ચોક્કસ સમુદાયના બદમાશો સામે પોલીસ અને વહીવટીતંત્ર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. રવિવારે સાંજે પણ સિટી લાઇટ સ્થિત અનુવ્રત ગેટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાથમાં 'હિન્દુ જાગો' જેવા નારાઓ સાથેના પ્લેકાર્ડ લઈને લોકોને આવા સામાજિક બદમાશો પાસેથી સામાન ન ખરીદવા અપીલ કરી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોકોએ અનુવ્રત દ્વારથી સિટીલાઇટ અશોક પાન સેન્ટર સુધી રેલી યોજાઇ હતી....
રિપોર્ટર યશ પ્રજાપતિ સુરત