દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉઘોગો, કારખાના અને શાળાઓમાં વેકેશનની જાહેરાત પણ થવા લાગી છે ત્યારે વતન જવા માટે લોકોની ભારે ભીડ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતે જોવા મળી હતી.ઉધના સ્ટેશન ખાતે જાણે કીડીયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર પહોંચી ગયા હતા તો બીજી તરફ લોકોની ભીડને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.મહત્વનું છે કે રોજગારી અર્થે દેશના અનેક રાજ્યોમાંથી લોકો સુરતમાં વસે છે અને દિવાળીના તહેવાર દરમ્યાન અને છઠ પૂજા માટે તેઓ વતન જતા હોય છે ત્યારે હવે દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વેકેશનની જાહેરાતો પણ થઇ રહી છે ત્યારે આજે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
બ્યૂરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત