સુરત10 કલાક પેહલા,દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારને લઈને આ વર્ષે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધનાથી આજે યુપી બિહાર તરફની છ જેટલી ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં 20000થી 25000 જેટલા લોકો પોતાના વતન તરફ ગયા હતા. આ સાથે જ બપોરે 1 વાગ્યા આસપાસ કોઈ ટ્રેન ન હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, લોકો ત્યાંથી હટવા માટે તૈયાર ન હતા. જેને પગલે રાત્રે એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.લોકો 12-12 કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ભારે ભીડમાં મહિલાઓ અને બાળકોને પિસાવાનો વારો આવ્યો હતો. જોકે, મહિલાઓ અને બાળકોને રેલવે પોલીસે અલગથી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ મહિલાઓ અને બાળકોને ચારથી પાંચ કલાક જેટલો સમય હેરાન પરેશાન થવું પડ્યું હતું.
રિપોર્ટર ક્રિશાગ ગાંજાવાલા સુરત