વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સુરતના કતારગામ ખાતે પહોંચ્યા હતા. કતારગામમાં રહેતા એક સોસાયટીના વસાહતીઓ દ્વારા એસ.ટી. બસનું બુકિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને હર્ષ સંઘવી મુસાફરોને મળવા પહોંચ્યા હતા.દિવાળીના તહેવારોમાં રાજ્ય સરકાર દ્વારા 2200થી વધારે બસ દોડાવાનો લક્ષ્ય છે.સુરત શહેરથી ગામડે સુધી બસ બસ લઈ જશે. રોજ 8 હજારથી વધુ બસો 32 લાખ કિલોમીટર દોડશે. દૈનિક 23થી 37 લાખ પેસેન્જરને લાભ મળશે. 'એસ.ટી. આપના દ્વારે' અંતર્ગત બુકીંગ કરવામાં આવી રહ્યું છે. આજ સુધીમાં કુલ 202 બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. જ્યારે 90 બસોનું ઓનલાઇન બુકીંગ કરાયું છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ માદરે વતન જવા માટે દિવાળી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોનો ધસારો હોય છે, જેને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. આજથી સૌરાષ્ટ્ર તરફ જનારી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી 26થી 30 ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા 2200 જેટલી એસ.ટી.બસો ઉપડશે. સૌરાષ્ટ્ર તરફ વધારાની 200 દોડાવાશે જન્મભૂમિ સૌરાષ્ટ્રથી સુરતને કર્મભૂમિ બનાવનાર અનેક પરિવારો દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને પોતાના વતને જઈને દિવાળીના પર્વની ઉજવણી કરે છે આજે એસટી વિભાગ દ્વારા વધારાની બસોનું દોડાવવા માટેનું ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. ધારુકા વાલા કોલેજના ગ્રાઉન્ડ પરથી શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સુરત શહેરના મેયર તેમજ એસટી નિગમના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી બતાવીને આજથી દિવાળી પર્વ સુધી વધારાની બસો દોડાવવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
રીપોર્ટર અભિષેક પાનવાલા સુરત