--------------------------
કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, કચ્છ ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી મતી માલતીબેન મહેશ્વરી દ્વારા મંડળી ના પ્રમુખ વિરજીભાઈ દાફડા ને જમીન ના "કબ્જા પાવતી" સોંપવામાં આવ્યું,
--------------------------
ભચાઉ તાલુકા ના મનફરા,બંધની, કળોલ ગામો માં પ્રાંત અધિકારી ભચાઉ, મામલતદાર શ્રી ભચાઉ દ્વારા જમીનો આપવામાં આવી,
--------------------------
તારીખ 25/10/2024..
રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે જુલાઈ મહિનામાં કચ્છ મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એ કચ્છ જિલ્લા માં આવેલ મંડળી ઓની જમીનો અંગે હાલ ની શું પરિસ્થિતિ છે એના અંગે વિગતવાર માહિતી મેળવવા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી,
ત્યાર બાદ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા સાહેબ થી ચર્ચા વિચારણા કરી તાત્કાલિક બિન વિવાદાસ્પદ જમીનો મંડળી ના સભાસદો ને આપવામાં આવે એવી સૂચના આપી,
કચ્છ જિલ્લા ના રાપર, ભચાઉ, અંજાર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી ના પ્રમુખો અને સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી, નીલ વિંજોડા સાથે બિન વિવાદાસ્પદ જમીનો ના સ્થાનિક કબ્જા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોંપવામાં આવે તેની બાહેધરી આપી હતી,
રાપર ભચાઉ અંજાર અને ભૂજ તાલુકા માં અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી ની જમીનો તબ્બકા વાર સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર ને સાથે રાખી આપવામાં આવશે,
તા 24/10/2024 ના રોજ ભચાઉ તાલુકા ના મનફરા,બંધની,કદોલ ગામ માં આવેલ અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી ની જમીનો ને છોડાવી મંડળી ના પ્રમુખ વિરજીભાઈ દાફડા ને કબ્જા સોંપવામાં આવ્યા હતા,
આગામી દિવસોમાં રાપર અને ભૂજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી ની જમીનો ના હાલ માં સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી છે, ટુંક સમયમાં બંને તાલુકામાં બાકી રહેતી જમીનો મૂળ સભાસદો ને સોંપવામાં આવશે એવું જિલ્લા કલેકટર સાહેબ એ જણાવ્યું છે,
આ કબ્જા પાવતી સોંપવા ના કાર્યકમ માં સન્માનીય કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત ના અધ્યક્ષ જનક સિંહ જાડેજા, કચ્છ ભાજપ ના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી મતી માલતીબેન મહેશ્વરી, પ્રાંત અધિકારી શ્રી સુર્યવંશી સાહેબ, Dyspશ્રી સાગર સાબડા સાહેબ, મામલતદાર શ્રી રાજપૂત સાહેબ, ડીઆઇએલઆર ના સર્વેયર, તલાટી મંત્રી તેમજ મંડળી ના સભાસદો સુરેશ કાંટેચા, સુરેશ વાઘેલા, મોરચા ના પ્રમુખ અશોક હાથી, વાઘજી ભાઈ, મોહનભાઈ ચાવડા,મનફરા ના સરપંચ શ્રી તેમજ મોટી સંખ્યામાં માં મંડળી ના સભાસદો અને સામાજિક રાજકીય આગેવાનો જોડાયા હતા,
જમીનો ના કબ્જા સોંપવા બદલ સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરી એ રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર નો પોલીસ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો,