આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપીલેતી ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન ટીમ
November 18, 2024
0
શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રેલ્વેઝ ગુજરાત રાજય અમદાવાદ તથા શ્રી બલરામ મીણા સાહેબ પોલીસ અધિક્ષક પ.રે. અમદાવાદ તથા શ્રી સી.પી.મુંધવા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી પ.રે.અમદાવાદ નાઓએ ગાંધીધામ રે.પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી/મિસિંગ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આર.સોલંકી ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફને મિલ્કત વિરૂધ્ધના ગુના શોધી કાઢવા અને રેલ્વે સ્ટેશન ઉપર આવતા જતા પેસેન્જરો ના માલસામાનની સલામતી જળવાય રહે તે સારુ સતત પેટ્રોલીંગ કરવા સુચના કરેલ હોય ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનના પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૯૯૪૦૦૪૨૪૦૦૪૯/૨૦૨૪ BNS કલમ ૩૦૩(૨) મુજબ નો ગુનો તા-૨૦/૦૮/૨૦૨૪ ના ક. ૧૪/૩૦ વાગ્યે દાખલ થયેલ હોય જે ગુનામાં એક મોટોરોલા G-34 5G બ્લ્યુ કલરનો મોબાઇલ ફોન જેની હાલની કિ.રૂ. ૯૦૦૦/- ની મતાનો આ કામના ફરીશ્રીની ટ્રેન મુસાફરી દરમ્યાન કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા અંગે ઉપરોક્ત ગુના રજી.નંબરથી ગુનો નોંધાયેલ હોય આ ગુનાના કામે આરોપી નામે- ગાંગારામ S/O પરશુ જાતે-રાવત ઉ.વ. ૩૮ ધંધો-મજુરી રહે- રીંગરોડ અદાણી સર્કલ, અમદાવાદ, મુળ રહે- રહેરા, દાદુપુર તા-રામસ્નેહીઘાટ જી-બારાબંકી રાજ્ય- ઉત્તરપ્રદેશ વાળાને તા-૧૭/૧૧/૨૦૨૪ ના ક. ૧૮/૩૫ વાગ્યે અટક કરી મુદ્દામાલ રીવર કરી સારી કામગીરી કરેલ છે.
Tags
Share to other apps