જમીન સુપરત કરવાની બે દિવસ ચાલેલી કામગીરી દરમ્યાન ભચાઉ તાલુકા અનુ. જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લિ.ની ૪૦ વર્ષ બાદ તાલુકાના મોરગર, સુખપર, વાઢિયા,લાખાપર, શિકારપુર, નારાણસરી, ખડીર વિસ્તારના જનાણ, ધોળાવીરા સહિતના અલગ-અલગ સર્વે નંબરો સાથે મળીને ૧૪૭ એકર જેટલી જમીન મંડળીના પ્રમુખ અને સભાસદોને સુપરત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭થી જિલ્લાની અનુ. જાતિની મંડળીઓની જમીન પરત આપવા માટે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી લડત ચલાવી રહ્યા છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાઈ આ લડતને વધુ ઉગ્ર બનાવી હતી. બાદમાં સાંસદ વિનોદભાઈ ચાવડાને આ જમીનનો કબજો આપવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. કામગીરીમાં ભચાઉ તાલુકા મામલતદારની ટીમ નાયબ મામલતદારની ઇ-ધરા,ગામોના તલાટી-મંત્રીઓ, પશ્ચિમ કચ્છ વિભાગ પોલીસ તંત્ર – સાથે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી મહેશ્વરી, સામાજિક કાર્યકરો નીલભાઈ વિંઝોડા, વિશાલ પંડયા, સંજુ ભોઇયા, સંજયભાઈ મહેશ્વરી,મહિલા સામાજિક કાર્યકર્તા હંસાબેન ચાવડા, લખુભાઇ વાઘેલા, ભીમા કોરેગાવ, સેનાઅધ્યક્ષ સુરેશ કાંઠેચા, સુરેશ વાઘેલા, રમેશભાઇ, વીરજીભાઇ દાફડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
ભચાઉ અનું.જાતિ મંડળી ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભચાઉ વિસ્તારમાં ૧૪૭ એકર જમીનોનાં કબ્જા સુપરત કરાયા...
November 16, 2024
0
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાનાં માગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળીની ૧૪૭ એકર જમીન મંડળીઓને સુપરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Tags
Share to other apps