ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લાકડીયા પોલીસ..
November 16, 2024
0
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી પ્રોહિ-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારુ પ્રોહિ-જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન.દવે લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો સાથે રાઘનપુર સામખીયાળી નેશનલ હાઇવે પર લાકડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ- સચોટ બાતમી હકિકત આધારે લાકડીયા ગેલ ઈન્ડીયા કંપની પાસે નેશનલ હાઈવે રોડ પર ચિત્રોડ બાજુથી આવેલ ગ્રે કલરની કિયા સેલ્ટોસ ગાડી નં.GJ-03-MH-6291 વાળીમાં ભરી લઈ આવેલ ૨ ઈસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ અને કાયદેસર કાર્યવાહી કઈ પ્રોહિબીશન એકટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દવે તથા પોલીસ કોન્સ્ટેબલ હકુમતસિંહ કિરીટસિંહ અને હસમુખભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.
Tags
Share to other apps