ભચાઉ તાલુકાના વિવાદિત આગેવાન ફરી ટિકિટની દોડમાં, રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમ

0
ભચાઉ તાલુકાની રાજનીતિમાં એક વખત ફરીથી વિવાદિત આગેવાનનું નામ ચર્ચામાં આવ્યું છે. સ્થાનિક સ્તરે અનેક વિવાદો અને ગંભીર આરોપો સાથે જોડાયેલા હોવા છતાં આ આગેવાન ફરીથી ચૂંટણી ટિકિટ માટે પ્રયત્નશીલ બનતા રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે.
શરૂઆતથી જ સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવાના આરોપો, ગેરરીતિઓ અને વિવિધ વિવાદોમાં નામ આવતું હોવા છતાં, શિસ્તબદ્ધ પક્ષ તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા આગેવાનને વારંવાર ટિકિટ આપવામાં આવતી હોવાની ચર્ચાઓ લોકમાટે નવાઈજનક બની રહી છે.
  સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ખડીર વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગ જેવા ગંભીર આરોપો પણ અગાઉ અનેક વખત સામે આવ્યા હતા. ચૂંટણી દરમિયાન માત્ર મત મેળવવા માટે અનૈતિક પદ્ધતિઓનો આશ્રય લેવાય છે તેવી ચર્ચાઓ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચાલી રહી છે. ભાજપ જેવી શિસ્તબદ્ધ અને નિયમ આધારિત પાર્ટીની નીતિ-નિયમો સામે આવી પ્રવૃત્તિઓ જાય છે એવી ટીકા પણ થઈ રહી છે.આ આગેવાનનું નામ અગાઉ સામખિયાળી આરટીઓ કચેરી સાથે જોડાયેલા મોટા વિવાદમાં પણ ચર્ચામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રામદેવપીર–છાડવાળા ચોર માર્ગ મારફતે લાખો વાહનો પસાર કરાવી સરકારને આવકમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આરોપો અનુસાર આ સમગ્ર પ્રક્રિયા દ્વારા સરકારની આવકને ચકમો આપીને સમાંતર રીતે ખાનગી પ્રણાલી ચલાવવામાં આવી રહી હતી, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની ચર્ચા થઈ હતી.આ મામલો ત્યારે વધુ ગરમાયો હતો જ્યારે ભાજપના જ કેટલાક આગેવાનો વચ્ચે થયેલી ભાગબટાઈના વિવાદને કારણે આખી ઘટના બહાર આવી ગઈ હતી.
ત્યારબાદ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને લાંબા સમય સુધી આ આગેવાન પોલીસ કાર્યવાહીથી દૂર રહી ફરાર રહ્યા હતા એવી ચર્ચાઓ પણ થઈ હતી. આ ઘટનાએ ભચાઉ તાલુકાની રાજનીતિમાં ભારે હલચલ મચાવી હતી.હાલમાં ફરીથી ચૂંટણીની હલચલ વચ્ચે આ આગેવાન ટિકિટ માટે દોડમાં હોવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે
કે ભાજપ આવા વિવાદિત ચહેરાને ફરી તક આપશે કે પછી સ્વચ્છ છબી ધરાવતા, ઈમાનદાર અને જનતામાં સ્વીકાર્ય એવા ઉમેદવારને આગળ લાવશે.આ મુદ્દે હવે સૌની નજર ભાજપના નિર્ણય પર ટકેલી છે. જો પાર્ટી આવા આરોપો વચ્ચે ઘેરાયેલા આગેવાનને ટિકિટ આપે છે તો રાજકીય રીતે તેનો શું અસર પડશે અને જો પાર્ટી નવા ચહેરાને તક આપે છે તો ભચાઉ તાલુકાની રાજનીતિમાં કેવો ફેરફાર આવશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
અહેવાલ : જયેશ ધેયડા ભચાઉ 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top