ગઈ તા.૦૬-૦૭/૧૧/૨૦૨૪ ના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલે-૧૧ મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી,છતર, રામરમી,મુગુટ,ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિ.રૂ. ૮૧૦૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦/- મળી કુલે રૂ. ૯૭૦૦૦/- ની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ. જેથી આ બનાવ સબંધે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા તાત્કાલીક ચોરી વાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ.જેમા સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉં વિભાગ ભચાઉ તથા સભ્ય તરીકે શ્રી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી વી.એ.સેંગલ પોલીસ ઇન્સપેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી જે.એમ.વાળા પોલીસ ઇન્સપેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તેમુજબની SIT ની રચના કરવામાં આવેલ. ત્યારબાદ તા.૧૨/૧૧/૨૪ ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ- અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા,છતર,મુગટ, પાદુકા એમ અલગ-અલગ દાગીના કિ.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૬૭૦૦/- મળી કુલે કિ.રૂ.૧,૫૦,૨૦૦/- ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરીયાદીને પકડી મુઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલે રૂ. ૧૧૪૦૦/- ની લુંટ કરેલ. તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં SIT ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
જેથી SIT ના અધ્યક્ષની આગેવાનીમાં એલ.સી.બી, ગાગોદર પો.સ્ટે. તથા આડેસર પો.સ્ટે.નાં અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતા આરોપીઓ રાજસ્થાન બાજુ નાશી ગયેલ હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી સામલા થલા રાજસ્થાનનાં જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી નીચે મુજબના ગરાસીયા ગેંગ ના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) કમલેશ અનારામ ગરાસીયા,ઉ.વ.૨૪, ૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર રાજસ્થાન
(૨) રમેશ બાબુરામ ગરાસીયા,ઉ.વ.૨૨, રહે. માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન
(3) જીતેન્દ્ર સુનારામ ગરાસીયા,ઉ.વ.૨૧, ૨હે. સીમલા થલા,થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૪) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાડુ ગરાસીયા,ઉ.વ.૨૫,૨હે.માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન
(૫) જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા,ઉ.વ.30, રહે. માલેરા થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન
(૬) સુરેશકુમાર શાંતીલાલ સોની ઉ.વ.૪૮ રહે. શુભગ્રીન ફ્લેટ, વસ્ત્રાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી તા.જી.શિરોહી રાજસ્થાન
પકડવાનો બાડી આરોપીનું નામ
(૧) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા,રહે. ડાલીબોર,તા.બાલી,જી.પાલી રાજસ્થાન(૨)૨મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા કા ચોરા થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
શોધાયેલ ગુના-
(૧) ગાગોદર પો.સ્ટે.ગુ.૨.ન.૦૨૮૭/૨૪ BNS 5.૩૩૧(૪),૩૦૫,૨૯૮
(૨) ગાગોદર પો.સ્ટે.ગુ.ર.ન.૦૨૮૮/૨૪ BNS ક. ૩૦૯(૪),૩૩૧(૪),૩૦૫,૧૧૫(૨),૫૪
(3) નખત્રાણા પો.સ્ટે.ગુ.૨.ન.૦૮૯૪/૨૪ BNS ક.૩૦૫(એ),(બી),૩૩૧(૪),૫૪
(૪) ભાભર પો.સ્ટે.ગુ.ર.ન.૦૭૩૮/૨૪ BNS S.૩૦૫,૩૩૧(૪)
(૫) થરા પો.સ્ટે.ગુ.૨.ન. ૦૫૪૮/૨૪ BNS ક.30૫એ,339(૪)
(૬) રાધનપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૦૬/૨૪ BNS ડ. ૩૦૩(૨),૩૦૫(ડી),૩૩૧(૨)
(૭) દિયોદર પો.સ્ટે. લોકલ અરજી નં. ૧૪૪/૨૪ તા.૩૦/૧૦/૨૪ (તા.૨૬-૨૭/૧૦/૨૦૨૪)
(૮) ડીસા વિસ્તારમાં અલગ-અલગ દુકાનો (તા.૨૫-૨૬/૧૦/૨૦૨૪)
આ કામેના આરોપીઓ પથ્થર કોતરણી કામના જાણકાર હોઈ તેઓ કચ્છ જીલ્લા તેમજઅન્ય જીલ્લાઓમાં અલગ અલગ મંદિરો બનતા સમયે પથ્થર કો૨તરણી કામ કરેલ હોઈ જેથી તેવિસ્તારની ભૌગોલીક પરિસ્થિતીથી વાકેફ હોઈ જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓએ જે વિસ્તારના મંદિરોમાં પથ્થર કોતરણી કામ કરેલ હોઈ તે વિસ્તારના મંદિરોમાં રાત્રીના સમયે ચોરી કરવાની (એમ.ઓ)ટેવ વાળા છે.