ભચાઉ ટાઉન વિસ્તારમાં હાલમાં અનેક ચોરીના બનાવો સામે આવ્યા છે ત્યારે થોડા સમય પહેલા ભચાઉ ટાઉન વિસ્તારમાંથી એક યુવકનો ચોરોની ટોળકીએ મોબાઈલ ચોરી અને નાશી ગયા હતા મોબાઈલ ફોન નાં માલિકે ફોન ની શોધવા દોડ લગાવી હતી ત્યારે બાદ અંતે મોબાઈલ ફોન નાં મળતા ભચાઉ પોલીસ મથકે આ બનાવ અંગે જાણ કરી હતી ત્યાંની શોપના CCTV માં ચોરોના ચહેરા કેદ થયા હતા પોલીસ આ કેસમાં CCTV ફૂટેજ ચેક કરી અને આરોપીની શોધ ખોળ સરૂ કરી છે. તો બીજી તરફ ભચાઉ ટાઉન વિસ્તારમાં કોલેજની બહાર પાર્ક કરેલ બાઈક પણ કોઈ ચોરી ગયો હોવાના અહેવાલ મળી રહી છે. વિજયભાઈ સાજણ ભાઈ મેરિયા એ નોંધાવેલ ફરિયાદમાં ભચાઉમાં આવેલ વાણી વિનાયક કોલેજની બહાર પાર્ક કરેલ સ્પલેન્ડર જેના નંબર જી.જે.૧૨ ઈએશ ૧૭૭૫ વાળી બાઈક ચોરી થતા ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે..
ભચાઉમાં અગાઉ અનેક ચોરી પણ કોઈ ચોર પકડમાં નહિ ?
ભચાઉ ટાઉન વિસ્તારમાં અગાઉ થયેલ ચોરીમાં હજુ એક પણ આરોપી પોલીસની પકડમાં નથી તે લોક ચર્ચા થઈ રહી છે ભચાઉ ટાઉન વિસ્તારમાં આવેલ રામવાડીમાં થોડા વર્ષ પહેલાં દિવસના ઘરમાં ચોરી થઈ હતી સાથે ઘરમાં રહેતા પરિવાર પર જીવ લેણ હુમલો પણ કર્યો હોવાનું લોક ચર્ચા થઈ રહી છે
ભચાઉ ટાઉન વિસ્તારમાં પોલીસ પેન્ટ્રોલિંગ વધારવા અનેક વખત રજૂઆત થઈ છે તેમજ ભાડા પેટે બહાર થી આવેલ નવા લોકોનો પોલીસ વેરિફિેશન કરવા પણ માંગ થઈ હતી પણ ક્યાંક આવા નિયમો લાગુ નાં થતાં હોય તે લોક ચર્ચા થઈ રહી છે હવે જોવોના રહ્યો કે ભચાઉ ટાઉન વિસ્તારમાં થતી ચોરીનો ભેદ ઉકેલાશે કે નહિ ?
ભચાઉ મેઈન બજાર હોય કે ભચાઉ બસ સ્ટેશન ક્યાંક ને ક્યાંક ચોરીના બનાવો બનતા હોય છે આ સ્થળ પર પોલીસની પેન્ટ્રોલિંગ કરવામાં આવે અને ભચાઉ ટાઉન વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી ૨૪ કલાક સરૂ કરવામાં આવે તે લોક માંગ ઉઠી રહી છે ....
પ્રતિનિધિ : જયેશ ધેયડા....