સુરતના ભાગળ રાજમાર્ગ ઉપર મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને અહીં 7 ફૂટ જેટલો રસ્તો ખોલવામાં આવ્યો છે અને સાંકડા રસ્તાના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે. આજે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અહી 122 જેટલી દુકાનો આવેલી છે અને માત્ર 7 ફૂટ જેટલો રસ્તો ખોલવામાં આવ્યો છે જેને કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે.સુરતના ભાગળ રાજમાર્ગ ઉપર ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે દરમ્યાન અહી આવેલી દુકાનના વેપારીઓને હાલાકી પડી રહી છે.અહી 122 જેટલી દુકાનો આવેલી છે અને અહીંથી માત્ર 7 ફૂટ જેટલો રસ્તો ખોલવામાં આવ્યો છે. સાંકડા રસ્તાના કારણે વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો વાહનો પણ પાર્કિંગ કરાવી શકતા નથી અને સાંકડા રસ્તાના કારણે વાહનોના અકસ્માત થઇ રહ્યા છે. ખાસ કરીને દુકાનના લગાડવામાં આવેલા બોર્ડ વાહનોની ટક્કરે નીચે તૂટીને પડી જાય છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.વેપારી ટાયર ભાઈ લોખંડવાલાએ જણાવ્યું હતું કે આ રોડ પર 122 દુકાનો આવેલી છે અને લોકડાઉન વખતથી જ અમે હેરાન થઇ રહ્યા છીએ, લોક ડાઉન પછી આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હવે માત્ર 7 ફૂટનો જ રસ્તો ખોલ્યો છે જેમાં ખાલી ટ્રાફિક જ જાય છે. અમે ગ્રાહકોનું પાર્કિંગ પણ કરાવી શકતા નથી. ગ્રાહક દુકાનમાંથી બહાર આવે તો તેને અકસ્માત થવાનો પણ ડર રહે છે. આ એક મહિનાથી રસ્તો ખોલવામાં આવ્યો છે અને એક મહિનામાં કમ સે કમ 7 થી 8 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા છીએ. થોડા થોડા સમયે અહી ઝઘડાઓ થયા કરે છે. જેથી ટ્રાફિક છૂટો પાડવો પડે છે.રસ્તાઓ ફૂટપાથ કરતા ઉચા કરી દીધા છે એટલે વાહન સીધુ દુકાનમાં આવી જાય છે, આજે પણ સવારમાં અકસ્માત થયો હતો. જેમાં ત્રણ થી 4 જેટલા શટલ અને દુકાના બોર્ડ તૂટી ગયા છે, અમે વારંવાર રજૂઆત કરી છે. ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે. ધારાસભ્યો, મેયર અને કમિશ્નરને પણ રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી આ રસ્તો કેટલા સમય માટે બંધ રહેશે એનું કઈ નક્કી જ નથી.
બ્યૂરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત

