છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુમ મહિલાને ગામ.પેટલાદ જી.આણંદ ખાતેથી શોધી કાઢતીદુધઈ પોલીસ
December 01, 2024
0
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓએ જિલ્લામાં મિસિંગ પર્સન શોધી કાઢવા માટે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશન ગુમ નોંધ નં.૦૩/૨૦૨૧ તા.૩૦/૦૬/૨૦૨૧ મુજબના કામે ગુમ થનાર પુજાબેન વા/ઓફ દિનેશગર ગુસાઈ રહે.ટપ્પર તા.અંજાર વાળી કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહેલ જે અન્વયે ઉપરોકત નંબરથી ગુમનોંધ દાખલ થયેલ હોઈ જેથી તેને પરત શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવાને હુમન રીસોર્શીસ તથા ટેકનીકલ એનાલિસીસ આધારે હકીકત મળેલ કે ગુમ થનાર પુજાબેન હાલે પેટલાદ ગામે હોઈ જેથી ગુમ થનાર ઉર્મિલાબેન ઉર્ફે પુજાબેન ડો/ઓફ અશોકભાઈ બાબુભાઈ તડવી ઉ.વ.30 રહે.ગામ તીનતળાવ તા.ડભોઈ જી.વડોદરા હાલે રહે. નાળીયાપાડા પેટલાદ તા.જી.આણંદ વાળીને શોધી કાઢેલ છે.ઉપરોક્ત કામગીરી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર. આર. વસાવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ્ભાઈ રામાનુજભાઈ તથા પો.કો. નારણભાઈ કરશનભાઈ તથા પો.કો ભરતભાઈ ગણપતભાઇ તથા પેટલાદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવી.
Share to other apps