આગામી નગરપાલિકા ચુંટણીની તૈયારી ના ભાગરૂપે આજે ઠાકોર સમાજવાડી રાપર ખાતે કૌશલ્ય તાલીમ શિબિર મીટીંગ યોજાઇ.
- જનતા ના પ્રાણપ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આક્રમક મુડ સાથે નગર પાલિકા ચુંટણીમાં મજબૂતાઈથી ઉતરશે.
આજ રોજ રાપર આગામી નગરપાલિકા ની ચૂંટણી ને અનુલક્ષી મીટીંગ યોજાઇ જેમાં મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.દીપ પ્રાગટ્ય કરીને કૌશલ્ય શિબિર નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આગામી ચુંટણીમાં ગ્રાઉંડ લેવલેથી તૈયારીઓ કરી મજબૂતાઈ થી ચૂંટણી લડવા આહવાન કર્યું હતું.ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ વિભાગના ઓડીનેટર શ્રી ડો.રમેશભાઈ ગરવા એ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યુ હતું કે આપણે સૌ એ જન જન સુધી કોંગ્રેસ ની વિચાર પહોચાડી તેમજ ચૂંટણી દરમિયાન નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી મૂળ ગ્રાઉંડ લેવલ થી મજબૂત તૈયારી કરી ચૂંટણી લડી પ્રજાના વિશ્વાસ થકી પ્રજાકીય કામો કરી ચૂંટણી લડવા આહવાન કર્યું હતું.હાથ સે હાથ જોડો નફરત છોડો ના ઉપાધ્યક્ષ ડો.શૈલેષભાઈ દવે એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે આપણે સૌ લોકોએ લોકો ના જીવન જરૂરિયાતના મુદ્દાઓ ને ધ્યાનમાં લઈ તેને ઉકેલવા જોઈએ તેમજ કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડવા ખાતર નહીં પરંતુ હકીકતમાં પ્રજાના કામો અને સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય રહેવાની વિચારધારા ને અપનાવેલી છે અને હાર જીત એક સિક્કાની બે બાજુ છે પરંતુ હાર-જીત બાદ પણ લોકોના કામો કરવા તત્પર રહેવું જોઈએ.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા ઉપપ્રમુખ શ્રીમતિ કલ્પનાબેન જોશી એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે આપણે સૌ લોકોએ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી લોકો સુધી આપણી સેવા ની વિચારધારા પહોચાડી એક મજબૂત સંગઠન બનાવી ચૂંટણી લડવી જોઈએ તેમજ જ્યાં જ્યાં તૃટીઓ છે તેને સમજી તેનું નિરાકરણ કરવું જોઈએ.વાલજીભાઈ દનેચા પૂર્વ ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ ના આગેવાન એ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતું કે આપણે સૌ એ સાથે મળીને પૂર્વ તૈયારીના ભાગ રૂપે જરૂરી તૈયારીઓ કરવી જોઈએ તદ ઉપરાંત પ્રણવભાઈ રાવલ કૌશલ્ય શિબિરના ટ્રેનર એ કૌશલ્ય શિબિરના માર્ગદર્શનમાં જણાવ્યુ હતું કે પેનલ ચર્ચા , ચૂંટણી લડવાની મહત્વપૂર્ણ બાબતો વિષે વાકેફ કર્યા હતા.તેમજ પંચાયતીરાજ/સ્થાનિક સ્વરાજ્ય અને એક અહિંસક ચળવળ સહિત કોંગ્રેસ દ્વારા આઝાદી પછી દેશના જેમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ અનુભવે કે આ દેશ એનો જ છે અને એના નિર્માણમાં એનોજ અવાજ પ્રભાવી છે તેમજ લોકોના હિતમાં કરેલ કામોનું સૂચન આપ્યું હતું સાથે સાથે આ બહેળી મૂંગી સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યુ હતું કે જો આઝાદી બાદ જો ભાજપ સરકર કેન્દ્રમાં હોત તો દેશના ભિન્ન ભાગો કરી દેત. કોંગ્રેસ સરકારે બધાને એક સમાન હક્ક આપ્યો છે.કોંગ્રેસ પક્ષની વિચારધારા હર હંમેશ લોકોના હિતને માનવાવાળી છે.આપણે સૌ સાથે મળીને આ તાનાશાહી સરકાર સમક્ષ મજબૂત થઈને લડવાનું છે.આપણે સૌ જાણીએ છીએ કે આ અહંકાર થી ભરેલી સરકાર ના રાજમાં લોકોને ઉપયોગી અને જીવન સુખાકારી કામગીરી કરવામાં તદ્દન નિષ્ફળ રહી છે અને માત્ર ને માત્ર લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે.કોંગ્રેસ પાર્ટી હર હંમેશ પ્રજાના ના હિત માટે અથાગ પ્રયત્નો કરે છે.આ વખતની રાપર નગરપાલિકાની બોડી કોંગ્રેસ પક્ષ જ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથોસાથ જણાવ્યુ હતું કે સત્તા પક્ષની રાપર નગરપાલિકા લોકોના કામો કરવામાં સાવ નિષ્ફળ ગઈ છે.આગામી ટૂંક સમયમાં આવનાર નગરપાલિકા ચૂંટણીમાં રાપર શહેર કોંગ્રેસ ચુંટણીમાં મજબૂતાઈ થી આ તાનાશાહી સરકાર ને માત આપી ખરેખર કામ કરે છે તેવી કોંગ્રેસ પાર્ટી ને જિતાડવા આહવાન કર્યું હતું.સૌ સાથે મળીને આ અહંકારી સરકારને માત આપવાની છે.કૌશલ્ય શિબિરનું સંચાલન મનજીભાઈ રાઠોડ એ કર્યું હતું અને આભાર વિધિ અશોક રાઠોડ એ કરી હતી. આ સમયે કોંગ્રેસ પરિવારના સિનિયર આગેવાનો તથા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડ , ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનજીભાઈ રાઠોડ , રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી , મિતુલભાઈ મોરબિયા પૂર્વ પ્રમુખશ્રી રાપર શહેર , રાપર નગરપાલિકા ના વિપક્ષી નેતાશ્રી દિનેશભાઈ ચદે , રાપર તાલુકા પંચાયતના વિપક્ષી નેતાશ્રી રમઝૂભાઈ રાઉમા , મહેશભાઈ ઠાકોર, ગોસ્વામી મહાદેવપુરી , મામદભાઈ નોડે ,ભીમજીભાઈ ખોડ , દિનેશભાઈ ગોહિલ , દિનેશગીરી ગોસાઇ , ઉમેદભાઈ મકવાણા , બાબુભાઇ દવે , પુંજાભાઈ ચૌધરી તથા જેઠીબેન બાંભણીયા , મોઘિબેન મેરા , તેજીબેન બાંભણીયા , પરમાબેન ચૌધરી , વેલીબેન ગામી સહિત બહેનો અને મોટી સંખ્યામાં રાપર વિધાનસભાના કોંગ્રેસ આગેવાનશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.