આદિવાસીભીલ યુવા સંગઠન ગાંધીધામ દ્રારા દેશના ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ
December 23, 2024
0
રાજ્યસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે તુચ્છ શબ્દો બાબા સાહેબ આંબેડકર વિશે કટાક્ષ કરીને બોલ્યા છે જે વાહિયાત નિવેદન થી સમાજ ની લાગણી ને ઠેસ પહોંચી છે. બંધારણ ના રચયિતાના આવા અપમાનથી સમાજમા ગંભીર અસરો થઈ છે. આજે પૂરા ભારત માં SC અને ST સમુદાય માટે બાબા સાહેબ ભગવાન સમાન છે. આ મનુવાદી વિચારધારા વાળી આ સરકારનો SC/ST પૂરો સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે. બાબા સાહેબ એ દેશ ના સર્વ સમાજના નેતા છે. મહિલાઓ ના મસીહા છે. સંવિધાન ના રચયિતા વિશે આવા શબ્દો સાંખી લેવામાં આવસે નહીં. કોંગ્રેસ અને જવાહરલાલ નહેરુનો વિરોધ કરવો એ અમિત શાહનો અધિકાર છે, પણ ડો.બાબા સાહેબ આંબેડકરના રાજીનામાના ખોટાં કારણો જણાવવા એ ચોક્કસપણે વાંધાજનક ગણાય. હકીકત શાશ્વત સત્ય છે કે ડો. બાબા સાહેબ આંબેડકર એ બનાવેલ હિન્દુ કોડ બિલનો વિરોધ થયો એમાં પંડિત જવાહરલાલ નહેરુનો ભાગ શું હતો? એ વિશે સત્ય અને તથ્યના આધારે મત બનાવવો જરૂરી છે. ડો. બાબા સાહેબ આંબેડકરે સદીઓ જૂની કુરીતિઓને તિલાંજલિ આપી, મહિલાઓને સમાનતાના અધિકારો આપવા હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું હતું. પણ ધાર્મિક કુરીતિ થકી સદીઓથી મહિલાઓના સામાજિક અને શૈક્ષણિક વિકાસની વિરુદ્ધમાં રહેલ લોકો એ તેનો વિરોધ કર્યો જેના કારણે આજેય ભારત માં હજારો મહિલાઓ શોષણ નો શીકાર બને છે.જો દેશ ના ગૃહ મંત્રી અમિત શાહ માફી નહીં માગે તો કચ્છ જિલ્લામાં ખૂણે ખૂણે જન આંદોલન થસે.
Tags
Share to other apps