ભચાઉમાં દલિત સંગઠન દ્વારા 'અમિત શાહ રાજીનામું આપે અને સમગ્ર દેશની માફી માંગે' તે પ્રકારની માંગ સાથે નારાઓ ઊંચારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અંદાજિત 100થી વધુ દલિત સંગઠનના લોકો દ્વારા કલેક્ટર કચેરી એ આવેદનપત્ર આપી અને સૂત્રો ચાર કર્યા હતા.જોકે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહેલાથી જ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત દલિત સંગઠનના અગ્રણી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર અંગે જે રાજ્યસભાની અંદર ટિપ્પણી કરવામાં આવી છે તે તદ્દન અયોગ્ય છે અને તેનાથી દેશની 142 કરોડ જનતાનું અપમાન થયું છે. આથી અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ અને સમગ્ર દેશની અને એસસી સમાજની માફી માગવી જોઈએ.
આજે ભચાઉ ખાતે દલિત સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવીને અમિત શાહનો વિરોધ કર્યો હતો.અમિત શાહને ગૃહપ્રધાન પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે. ભચાઉમાં દલિત સમાજ તેમજ અલગ અલગ સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ગૃહપ્રધાન અમિત શાહ રાજીનામું આપે અથવા તો અમિત શાહને ગૃહપ્રધાન પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.