વહીવટી તંત્ર દ્વારા આશ્વાશનબાદ ૧ મહિનાની મહોલત અપાઈ.
```જો યોગ્ય ના થાય તો હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ.
```રાપર હોસ્પિટલ ખાતે પૂરતો સ્ટાફફાળવો , પુરતી સુવિધાઓ આપો સૂત્રો સાથે ધરણા યોજાઇ.
સરકારના અણઘટ વહીવટના કારણેલોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે:- રાપર ની જાહેર જનતા આરોગ્ય જેવી મૌલિક સુવિધાઓ આપવામાંસરકાર નિષ્ફળ :- ભચુભાઈ આરેઠીયા પ્રજાના પ્રશ્નો માટે અમે હરહંમેશ પ્રજાની સાથે છીએ:- આંદોલન કર્તાઓ
આજ રોજ રાપર સામૂહિકઆરોગ્ય કેન્દ્ર ખાતે કોંગ્રેસ પાર્ટી , આમ આદમી પાર્ટી સહિત વિવિધ સંગઠનો દ્વારા રાપર શહેર મધ્યેઆવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ રાપર) ખાતે પૂરતા સ્ટાફ સહિતકાયમી ડોકટરની નિમણૂક કરવા સહિત વિવિધ પ્રકારની ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા વહીવટી તંત્રનેઆવેદન પાઠવવમાં આવ્યું તેમજ આ પ્રસંગે વિવિધ સંગઠનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાંઆવ્યા હતા.જેમાં ભચુભાઈ આરેઠીયા રાપર કોંગ્રેસ નેતા એ સરકાર ને આડેહાથ લેતા કટાક્ષમાંજણાવ્યુ હતું કે આ સરકાર સામાન્ય આરોગ્ય જેવી મૌલિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છેસાથોસાથ આ સરકાર ને લોકોની હાલાકી દેખાતી નથી તેમજ વારંવાર રજુઆત કરવા છતાં નિન્દ્રાહીનવહીવટી તંત્રના પેટ નું પાણી હલતું નથી. કુંભકર્ણ સરકારને કહ્યું હતું કે આપ વાગડ સૌથીઆગડ એવા નારાઓ લગાવી તાયફાઓ કરો છો તો લોકોની તકલીફમાં કેમ મૌન સિવિ રહયા છો.પ્રમુખ-રાપરશહેર કોંગ્રેસ સમિતિ અશોકભાઈ રાઠોડ એ જણાવ્યુ હતું કે આ હોસ્પિટલમાં માત્ર ને માત્રદવાઓ આપવા સિવાય કામ કામગીરી થતી નથી.અહી બહેનોને પ્રશ્રુતિ હોય તો લાંબા કિમી ના અંતરના ગાંધીધામ, ભુજ , પાટણ વગેરે લઈજવાની ફરજ પડે છે.તેમજ સત્તા પક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે સત્તા પક્ષ દર અઠવાડિયામાંપ્રેસનોટ રીલીઝ કરે છે કે આ કામ થયું પેલું કામ થયું તો લોકોના જીવન જરૂરિયાત માટેઉપયોગી આરોગ્ય ની ચિંતા કેમ ના થઈ અને કેમ સરકાર સમક્ષ રજુઆત ના કરી.તેમજ વહીવટી તંત્રરાપર વિસ્તારના લોકો ના અમુલ્ય આરોગ્ય સાથે ચેડાં ના કરો. રાપર સામૂહિકઆરોગ્યકેન્દ્ર માં સમસ્યાઓનું ભરમાર છે છતાં તંત્ર ને ધ્યાને નથી આવતું શા માટે તેમજઆક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે આ આરોગ્ય વહીવટી તંત્ર ખાનગી હોસ્પિટલોને તેમના કમિશનથકી ફાયદા કરવા માટે મૌન સિવિ રહયા છે.આરોગ્ય તંત્ર ના કારણે રાપર સામૂહિક આરોગ્યકેન્દ્રમાંઘણીબધી બેદરકારી પૂર્વકની સમસ્યાઓ બની છે.પ્રમુખ-આમ આદમી પાર્ટી રાપર તાલુકા સુરેશભાઈમકવાણા એ જણાવ્યુ હતું કે રાપર વિસ્તાર ની જાહેર જનતા હેરાન થઈ રહી છે છતાં તંત્ર ઉંઘમાંછે.આ લોકો હોસ્પિટલના નામે માત્ર લોલીપોપ આપે છે.જ્યારે સામાન્ય લોકો રજુઆત કરવા જાયછે ત્યારે તેઓના છેડા લાંબા હોય માટે લોકોની રજૂઆતને દબાવી દેવામાં આવે છે અને લોકોનેસરખી રીતે જવાબ પણ દેવામાં આવતો નથી.આવેદન પાઠવત જણાવ્યુ હતું કે રાપર સ્થિતસામૂહિક આરોગ્ય કેન્દ્ર રાપર તાલુકા માટે એક જીવાદોરી સમાન છે જે આપતકાલીન સમયેલોકોને ખુબજ ઉપયોગી નીવડતું હોઈ તેમજ માત્ર કાગળો પર જ નહીં પરંતુ હકીકતમાં આ સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ ને અપગ્રેડ કરવામાં આવે.રાપર આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા સુચારું બનાવવા ની વાતો વચ્ચે આરોગ્ય કેન્દ્રમાંદર્દીઓને ધક્કા જ ખાવાની ફરજ પડે છે તેમજ MLC હોય કે રિફર કરવા માટે કોઈજવાબદાર પણ હાજર રહેતા નથી હોતા જેથી સારવાર અર્થે આવતા દર્દીઓની હાલત કફોડી.રાપર શહેરમધ્યે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાપર તાલુકાના ૧૦૦ થી વધારે ગામો સહિત અનેકનાના મોટી વાંઢોને અતિ ઉપયોગી હોઈ તેમજ વર્ષોથી પૂરતા પ્રમાણમાં સામૂહિક આરોગ્યકેન્દ્રમાં અધિક્ષક એમ.ડી.એમ.એસ. તેમજ એમ.બી.બી.એસ. કાયમી ડોકટરસહિત અનેક વર્ગના કર્મચારીઓની ઘટ છે જેથી આરોગ્ય સેવાઓ આપવામાં વિલંબ થાય છે.સદરઆરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં બેડ ની પણ ઘટ વર્તાઇ રહી છે.તેમજ આપતકાલીન સમયેસારવાર અર્થે આવેલ દર્દીઓને જરૂર જણાયે બ્લડ સ્ટોરમાં રાખવામા આવે છે પરંતુ અહી તોબ્લડ સ્ટોર પણ બ્લડ વિહોણું પડ્યું છે.ફ્રીઝ કે કોલ્ડ સ્ટોરેજ ન હોવાના કારણે ઘણીદવાઓને રનિંગ ટેમ્પરેચરમાં રાખવી પાડવાની ફરજ પડી રહી છે તેમજ આરોગ્ય કેન્દ્રમાંકર્મચારીઓની જગ્યાઓ ખાલી પડેલ હોઈ જેના કારણે સારવાર અર્થે લોકોને હાલાકી નો સામનોકરવો પડી રહ્યો છે.તેમજ રાપર સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાપર તાલુકા માટે એક જીવાદોરીસમાન છે જે આપતકાલીન સમયે લોકોને ખુબજ ઉપયોગી નીવડતું હોઈ તેમજ માત્ર કાગળો પર જનહીં પરંતુ હકીકતમાં રાપર વિસ્તારના લોકોને ઈમરજન્સી (આપતકાલીન સમયે) હોસ્પિટલમાંસુદ્રડ સેવા મળી રહે તે હેતુથી ખાલી પડેલ કર્મચારીઓની જગ્યાઓ ભરવા સહિત વિવિધઆરોગ્યલક્ષી સુવીધાઓ ઉપલબ્ધ કરવા માંગણી કરી હતી. તદ ઉપરાંત પ્રતિક ધરણા દરમિયાનહોસ્પિટલની બેદરકારી સામે આવી હતી કે એક બહેન દવા લેવા માટે આવ્યા હતા જેમની તપાસ કર્યાવિના જ દવા આપવામાં આવી હતી અને તેમને અઠવાડિયાની દવાની જરૂરિયાત હોવા છતાં માત્ર બેદિવસની જ દવા આપી હતી.આ પ્રતિક ધરણામા મોટી સંખ્યામાં જાહેર જનતા જોડાઈ હતી.