ભચાઉ તાલુકાના ચોપડવા ધ્રાગાવાડી વિસ્તારમાં કંથડનાથજી દાદાના સ્થાનક આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે કંથકોટમાં ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે ચોપડવા ગામના સર્વે સનાતન સમાજના આગેવાનો સાથે કંથડનાથજી દાદાના ભાવિકો દ્વારા મંદિરની પાયાવિધિ ખાતમૂહુર્તનું આયોજન કરવામાં આવ્યું હતું.
કંથડનાથજી દાદાનું ભવ્ય મંદિર રમણીય ટેકરી ઉપર બનતા આસ્થા સાથે આ સ્થળ ધાર્મિક પર્યટનનું સ્થળ બની શકશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ વાલીબેન, માજી સરપંચ ધનજીભાઈ, બેચરાભાઈ પટેલ, બળુભા જાડેજા કંથકોટ, બળુભા વાઘેલા, અનિરૂદ્ધસિંહ ભરૂડીયા, દિવાન જુમ્મા, શિવરાજસિંહ જાડેજા મોટી ચિરીઈ, ધરમશીભાઈ લીરા, બાબુ રામજી ગામી, કાના નશા પટેલ, જેઠા અખીઈ, માનણ વૈદ, હિર રણછોડ, વસંત દેવજીભાઈ, અકબર અલીમામદ, કિશોર હિરજી, કમલેશ વૈદ, નરશી સુથાર, રાઘુ કરસન, પપ્પુ બેચરા, કાનજી રામજી, નાનજી ગેલા, પરસોત્તમ રાઠોડ, ખાતમુહૂર્ત ગોવિંદભાઈ દુબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. પૂજાવિધિ રમેશભાઈ જોષી, અશોકભાઈ લોદરીયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ચોપડવા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

