કડોલ_રણ_માં ગેરકાયદેસર રીતે ચાલતા ભૂમાફિયાઓ ના હજારો એકરના મીઠાના કારખાના ઉપર લેન્ડ ગ્રેબીગ ફરિયાદ કરાવી. નાના અગરિયાઓ ને ઓળખ કાર્ડ સાથે જ આ રણમાં પ્રવેશ આપવા રજૂઆત ભારત સરકાર તથા ગુજરાત સરકાર ને કરોડો રૂપિયા નુ નુકશાન કરી ગેરકાયદેસર રીતે કાળું નાણું કમાતા ભૂમાફિયાઓ ઉપર અંકુશ આવે તથા સરકારી તિજોરી ને ફાયદો થાય. જયભારત સાથે જણાવવાનું કે ભચાઉ તાલુકાના નેર,અમરસર, કડોલ, ચોબારી, ભરુડીયા ગામ ના રણમાંનાના અગરીયાઓ ના અગરો ઉપર યથા સ્થિતિ રાખવા માં આવે તથા મોટા મોટા પાળા બાંધી ને લાખો એકર જમીન ઉપર દબાણ કરી ને ભૂમાફિયાઓ એ જે રીતે સરકાર ની સંપત્તિ ઉપર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે એ હટાવવા માટે આપના લેવલે થી પોલીસ તથા વન વિભાગ ને કાયદેસર હુકમ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવે. રણમાં દૂર દૂર સુધી પગપાળા પ્રવાસ કરી ને આ આખાય રણની સચાઈ સરકાર, મિડિયા સમક્ષ રજૂ કરી છે.
અમારો હેતુ પર્યાવરણ નું રક્ષણ થાય અને સરકારી મિલકતોને બચાવવા માં આવે તથા આ સરકારી સંપત્તિ સરકાર ને બદલે ભૂમાફિયાઓ લૂંટી ન જાય એવો છે.જેથી આ બાબતો ની મારી ચળવળ થી ગુસ્સે ભરાયેલા આ ભૂમાફિયાઓ જેમાં મુખ્ય નામ પાંચા ભાઈ આહિર ચોબારી, બાબુભાઈ ભીમા આહિર ભીમાસર અંજાર તથા ભચાઉ ના રાજકીય વગ ધરાવતા લોકો કોઈ પણ સમયે મારી હત્યા કરાવી શકે તેવું રજૂઆત અરજદાર દ્રારા કરવામા આવી.ગત વરસે શિકારપુર, કાનમેર રણમાં થયેલ હત્યા ની જેમ જ આ રણમાં પણ રણમાફીયાઓ પોતાની સરકાર ચલાવતા હોય એવો તાલ છે.ગત કાનમેર ખુન પ્રકરણમાં પણ જેમના નામ આરોપીઓ તરીકે મૌખિક રીતે લોકો લેતા હતા પરંતુ રાજકીય વગ થી બચી ગયેલા આ ખૂંખાર અપરાધિઓ હાલમાં કડોલ, ચોબારી રણ ઉપર પોતાનો કબજો જમાવી ને બેઠા છે,જેથી સરકારી ફાયદા માટે કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વગર ગૌસેવા, ઘુડખર, પર્યાવરણ જેવા મુદ્દે સરકાર પક્ષે લડતને અરજદારને જીવના જોખમે પણ પડતી મુકવાના નથી. સરકાર તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર કબજો કરી ને બેઠેલા ભૂમાફિયાઓ ની ચુગાલ માંથી રણ ને છોડાવે એવી રજૂઆત છે.સાથે સાથે નાના અગરીયાઓ ને એમના અગરો ઉપર નામદાર હાઇકોર્ટના આદેશો મુજબ મીઠું પકવવા માટે આ ભૂમાફિયાઓ થી રક્ષણ મળે એવી અરજદારની રજૂઆત છે.....