કડોલ, અમરસર અને નેર રણમાં ચાલતો મીઠાનો કારોબાર લિગલી છે અને તેમને હેરાન કરવા અલગ અલગ લોકો આંદોલન કરતા હોય તેવા આક્ષેપ kutch small scale salt association દ્વારા કરવામાં આવ્યા છે સાથે પત્રકારોને તોડબાજ કહેવામાં આવ્યો છે આનો ખુલાસો કરવા ટૂંક સમયમાં ઉચ કક્ષાએ રજૂઆત થશે સાથે કાયદેસરની કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી પાસે માંગ પણ કરવામાં આવશે.
kutch small scale salt association દ્વારા થોડા સમય પહેલા ભચાઉ પ્રાંત અધિકારી ને રૂબરૂ એક આવેદનપત્ર આપવામાં આવ્યો હતો તેમાં કેટલા લોકો ને તોડ બાજ કહ્યા તેવા આક્ષેપ કર્યા હતા. તેમાં એક મુદ્દો પત્રકાર નો પણ હતો જે પત્રકાર ને લોકોની સમસ્યા તંત્ર અને સરકાર સુધી પહોંચાડવનો કામ છે અને લોકોની સમસ્યા એ પત્રકારની સમસ્યા છે
અમરસરની સમસ્યા ન્યૂઝમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેને kutch small scale salt association ને હેરના કરવાનો આક્ષેપ કર્યો છે અને તોડ બાજ નો આક્ષેપ કર્યો છે જેનો ખુલાસો kutch small scale salt association નહિ કરે તો આગામી સમયમાં kutch small scale salt association સામે માન હાની ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે..
આ kutch small scale salt association દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યો છે જેમાં ઘણી ખરી સહી ખોટી હોવાનો દાવો રહી રહી છે જે ખાલી સહી ખોટી કરી છે તે માહિતી મળી રહી છે આ kutch small scale salt association દ્વારા તંત્ર ને હેરાન કરવાનો કામ કરતો હોય તે લાગી હોય છે kutch small scale salt association દ્વારા જે પત્રકારને તોડ બાજ કહ્યો છે તેનો ખુલાસો થાય તે પત્રકાર સંગઠનમાં માંગ થઈ રહી છે...
પ્રતિનિધિ : જયેશ ધેયડા (ભચાઉ)