ભચાઉ શહેરમાં ઘણા સમયથી રોમિયોગીરી કરતા લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.ખાસ તો બપોરના સમય નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ વાળા વાહનો શાળા અને કોલેજ બહાર વધારે જોવા મળતી હોય છે આ વાહનો પર ભચાઉ ટ્રાફિક પોલીસ નજર રાખે????શાળા કોલેજ થી એસટી બસ સ્ટેશન સુધીના રોડ પર આવા તત્વો પડ્યા પાથર્યા રહે છે. લુખાઓ નંબર પ્લેટ વગરના અને કાળા કાચ વાળા વાહનોનો બેફામ ઉપયોગ કરે છે છતાં પણ પોલીસ તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ જણાઇ રહ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસવડાના 100 કલાકના કાર્યક્રમમાં ભચાઉના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી. રોમિયોગીરી કરતા શખ્સોને કારણે શાળા કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. બહારગામથી આવતી દીકરીઓ કે જેઓ બસ સ્ટેશનથીશાળા કોલેજ પહોંચે છે ત્યાંના રસ્તા પર લુખ્ખા તત્વોનો જમાવડો જોવા મળે છે. બસ સ્ટેશનની અંદર આવા તત્વો અડિંગો જમાવીને બેઠા હોય છે. લુખ્ખા તત્વો નંબર પ્લેટ વગરની બાઇકો બેફામ ચલાવતા રહે છે તો કેટલાક નબીરાઓ કાળા કાચવાળા અને નંબર પ્લેટ વગરના વાહનો લઈને પણ બેફામ વાહનો ચલાવે છેશહેરની મુખ્ય બજારમાં પણ સવાર અને સાંજ ખરીદીના સમયે કેટલીક જગ્યાઓ પર રોમિયોગીરી કરવા લુખ્ખા તત્વો બેસેલા જોવા મળે છે ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થાય અને કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માગ ઉઠી છે. શહેરના આવા પ્રશ્નો લોક દરબારમાં ચર્ચાતા રહ્યા છે પરંતુ તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી.
અહેવાલ : જયેશ ધેયડા