જય ભીમ ગ્રુપ દ્રારા ભચાઉ શહેર મધ્યે મિટિંગ મળી,આગમી તારીખ 13એપ્રિલના બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.....
March 23, 2025
0
આજરોજ ભચાઉ "જયભીમ ગૃપ"" ની મિટિંગ "" કાનજીભાઇ રાઠોડ ની ઓફીસ"" ભચાઉ મુકામે યોજાયેલ.સમાજના વરિષ્ઠ આગેવાનો તથા જયભીમ ગૃપ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં આજની મિટિંગ નું પ્રમુખ સ્થાન શહેર જયભીમ ગૃપ ના ઉપપ્રમુખશ્રી સુરેશ ભાઈ ચાવડા એ શોભાવેલ.ભચાઉ નગરમાં તારીખ ૧૩ એપ્રિલ ના બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે જરુર પૂરતું જ આર્થિક ભંડોળ એકત્ર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
""જયભીમ ગૃપ"" વરસ ભર સમાજ ને જાગૃત કરવા માટે હંમેશા તત્પર રહેશે તથા વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક કાર્યક્રમો નું આયોજન કરતા રહેશે એવું સૌએ એકસુરે જણાવેલ.આજની મિટિંગ માં સુરાભાઈ વિઝોડા, વેલજીભાઈ વી.મેરીયા, હસમુખ રાઠોડ, અશ્વિન રાઠોડ, રાહુલ રાઠોડ,રતિલાલ વાણીયા,આણદા ભાઈ પરમાર, કાનજીભાઇ બોખાણી, પચાણભાઈ બારુપાર,પેથાભાઈ ધવડ ,વેલજીભાઈ સોલંકી,પ્રવિણ દાફડા, મહેશભાઈ પરમાર ,ખેતશીભાઈ મારુ, મનજીભાઈ રાઠોડ ,હરીભાઇ પરમાર, કાનજીભાઇ રાઠોડ ,પપ્પુ ધયૈડા, રાહુલ ભાઈ, ગણેશ મારાજ, ગણેશ વાઘેલા, ઉપસ્થિત રહ્યા હતા.જયભીમ ગૃપના નવનિયુક્ત ભચાઉ શહેર યુવા પ્રમુખ જયેશભાઇ ધૈડા, પપ્પુ પત્રકારે પોતાને સમાજ ની મોટી જવાબદારી આપવા બદલ સૌનો આભાર માન્યો હતો અને પોતે કાયમ સમાજ અને બાબાસાહેબ આંબેડકર ની વિચારધારા ને વફાદાર રહેશે એની ખાતરી આપી હતી.જયભીમ ગૃપ ભચાઉ તાલુકાના યુવા પ્રમુખ તરીકે મયુરભાઈ હરિભાઈ સોલંકી, સામખિયાળી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આભાર વિધિ કાનજીભાઇ રાઠોડે કરી હતી.આ બાબતે જયભીમ ગૃપ ના મિડિયા કન્વીનરશ્રી સુરેશભાઈ ચાવડા એ જણાવ્યું હતું...
Tags
Share to other apps