ભચાઉ સહયોગ આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે ટીબી નાબુદી અંગેનો એક કાર્યકમ યોજવામાં આવ્યો....
March 24, 2025
0
આજરોજ ભચાઉ સહયોગ આરોગ્ય કેન્દ્ર ના ઉપક્રમે ટીબી નાબુદી અંગે નો એક કાર્યકમ યોજવા માં આવેલ.વિશ્ર્વ માં આજે પણ ટીબી એક મોટો પડકાર બની ને ઉભો છે.તેમા પણ ભારતમાં આજે પણ ગરીબ અને શિક્ષણ થી વંચિત લોકો માં ટીબી ના દર્દીઓ મોટાપાયે જોવા મળે છે.અગાઉ જેમ ટીબી જીવલેણ રોગ હતો જે આજે આરોગ્ય ની ખાસ ઝુંબેશ થકી દર્દી ને ખાસ તકેદારી રાખવાથી ટીબી ને નેસ્તનાબૂદ કરી શકાય છે.આજના કાર્યક્રમ માં દલિત સમાજના આગેવાન અતુલભાઈ જાદવ,ભાજપ તાલુકા અનુસુચિત જાતિ મોરચો,,, સિનિયર પત્રકાર કાનજીભાઇ રાઠોડ ("પ્રમુખ જયભીમ ગૃપ ભચાઉ )" ખેતશીભાઈ મારુ (કચ્છ જિલ્લા માહિતી અધિકાર સંઘ,),ચારણ સમાજ ના વેપારી આગેવાન નવલદાન ગઢવી,, નગરપાલિકા કાઉન્સિલર અને ચારણ સમાજ ભચાઉ ના પ્રમુખ જશાભા ગઢવી, ભાજપના મીઠીબેન ખાણીયા, દાતાશ્રી અનિલભાઈ ચૌહાણ,, ભચાઉ સરકારી હોસ્પિટલ અધિક્ષક ડો.કુમાર સાહેબ ,ડો.મેવાડા સાહેબ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.નારાયણ સિંગ સાહેબ,આર.કે.પટેલ,પ્રેમભાઈ પંડ્યા તથા આરોગ્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Share to other apps