ગાંધીધામના ધારાસભ્ય દરેક સ્થળની મુલાકાત લે છે પણ ગાંધીધામ ઓસ્લો સર્કલની મુલાકાત કેમ નથી લેતા ??? ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મતિ માલતીબેન મહેશ્વરીને યાદ આવશે આ વિકાસના કામની ??? દલિત સમાજના લોકો આ બાબતે વારંવાર તંત્ર ને પણ રજૂઆત કરતા હોય છે તેમજ આંદોલન પણ કરતા હોય છે આ બાબતે ગાંધીધામના ધારાસભ્ય ચિંતા કરશે ??? તેમજ ભચાઉમાં છેલ્લા કેટલા વર્ષોથી ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન બાબતે દલિત સમાજના આગેવાન તંત્ર પાસે રજૂઆત કરી રહ્યા છે હાલ ડૉ. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય પાસે દલિત સમાજની એકજ માંગ છે કે ગાંધીધામ ઓસ્લો સર્કલનો કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે અને ભચાઉ વિસ્તારમાં છેલ્લા કેટલા વર્ષોથી ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવની માંગણી છે તેને મંજૂરી આપવામાં આવે......
અહેવાલ : જયેશ ધેયડા