રાજસ્થાનના અલવર ખાતે હાલે ફરજ બજાવતા ફૌજી પિતા જગદીશકુમાર ફરજના ભાગરૂપે દેશના જુદા જુદા પ્રાંતોમાં દેશસેવામાં વ્યસ્ત હોય છે ત્યારે સ્થાનિકે માધ્યમિક સુધીનો અભ્યાસ કરનાર માતા રમીલાબેન અને નાના કપાયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મોટા બાપા કાનજીભાઈ અને બી.એડ. કોલેજના પ્રિન્સિપાલ ડો.લાલજીભાઈ વી. ફફલના માર્ગદર્શન હેઠળ ઘર બેઠા અભ્યાસ કરીને ગોલ્ડ મેડલ મેળવનાર ખુશ્બુએ સન્માનનો શ્રેય માતા-પિતા, પરિવારજનો અને ગુરુજનોને આપ્યો હતો.
નાના કપાયાના ફૌજીની દીકરી ખુશ્બુ મહેશ્વરીને માસ્ટર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ
April 17, 2025
0
રતાડીયા, તા. 16 : ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના પાવન દિવસે આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રમુખસ્થાને અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કચ્છના મુન્દ્રા કેન્દ્ર પરથી અભ્યાસ કરીને હિન્દી વિષયમાં માસ્ટર ઓફ આર્ટસ (M.A.)ની પદવી (ડિગ્રી) પ્રાપ્ત કરનાર નાના કપાયા ગામના ફૌજી જગદીશ ડાયાલાલ મહેશ્વરી (સોધમ)ની દીકરી ખુશ્બુને ગુજરાત રાજયમાં પ્રથમ આવવા બદલ યુ.જી.સી.ના પૂર્વ ચેરમેન એમ. જગદીશકુમારના હસ્તે સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) એનાયત કરવામાં આવેલ.
Share to other apps

