ઉપરોક્ત ઔદ્યોગિક એકમ ધ્વારા કાચા માલના મીઠાઓના ઢગલાઓ સદરહુ જમીન અને આસપાસની જમીન ઉપર ખડકેલા છે જેથી આજુબાજુની શ્રીસરકારની અને ખેડૂતની ખેતીલાયક જમીનમાં મીઠાની ખારાશ ઉતરવાથી ખેતીલાયક શ્રીસરકારની જમીનો બઝર બની ગયેલ છે જે કાચા માલના મીઠાઓના ઢગલા ખડકેલા છે તેની તપાસ થવી જરૂરી છે. કારણ કે આ ઔદ્યોગિક એકમ ધ્વારા પોતાની માલિકીની જમીન ઉપર મીઠું પકવ્યુ છે કે શ્રી સરકારની જમીન ઉપર મીઠુ પકવ્યું છે કે અભ્યારણ્યની જમીન ઉપર મીઠુ પકવ્યું છે કે પછી મીઠા ઉદ્યોગો વાળા ભુમાફિયા જોડેથી ગેરકાયદે મીઠુ મંગાવી મીઠાઓના ઢગલા ખડકી દીધેલા છે તો શું અંકુર કેમફૂડ પ્રોડકટસ ગુ.લી.ને કોઈ સક્ષમ સત્તા અધિકારીએ આ ઢગલા ખડકવાની પરવાનગી આપેલ છે કે કેમ ? તો આ બાબત કેટલી હદે ઉચિત અને વ્યાજબી ગણાય ? જેથી આ મીઠાના ઢગલાઓ બાબતે ન્યાયિક તપાસ થવી જરૂરી છે.
ઉપરોક્ત ઔદ્યોગિક એકમનું અગાઉનું નામ અંકુર કેમફૂડ પ્રોડકટસ ગુ.લી. છે. હાલે આ ઔદ્યોગિક એકમ ઉપર જણાવ્યા મુજબ અંકુર કેમફૂડ લી. ના નામે કાર્યરત છે અને નોંધ નં.૧૭૯૫ વાળી મુજબ કરોડો રૂપિયાનો બોજો દર્શાવવામાં આવેલ છે. આથી ઔદ્યોગિક એના કીરેકટરો, મેનેજરો ધ્વારા કોઈ મોટું કૌભાંડ કે ભ્રષ્ટાચાર આચરી સરકારશ્રીને અંધારામાં રાખી ટેકસ ચોરી તેમજ મનીલોન્ડ્રીંગ જેવા ગંભીર ગુન્હાહિત કૃત્યો કરી રહ્યા છે કે કેમ ? તે તપાસનો વિષય છે. નોંધ નં.૨૧૯૯ મુજબ અંકુર કેમહૂડ પ્રોક્ટસ ગુ.લી.ના બદલે અંકુર કેમફૂડ લી. કરવા નામ ફેરની નોંધ નામંજુર કરવામાં આવેલ છે.કડલા-મુન્દા નેશનલ હાઈવે નં.૮-એ ઉપર અત્યંત જવલનશીલ પદાર્થો ચસાયણો ભરેલા વાહનોની અવર જવર ચાલુ હોય છે નેશનલ હાઈવે નો૮-એ ને અડીને આવેલા ભોઈલર જેવા ઉચા તાપમાન માટે પરવાનગી આપવામાં આવેલ હશે કે કેમ? તે પ્રશ્નાર્થ ઉત્પન્ન કરતું છે. આ ભોઈલરની નજીકમાં જ એક પેટ્રોલ પંપ પણ કાર્યરત છે જેથી આ ભોઈલર સંદર્ભે તેના તાપમાન તેમજ આ વિસ્તારને અનુરૂપ પરવાનગી મળેલ છે કે કેમ તે બાબતે તપાસ કરવા અમો અરજદારની નમ્ર અરજ છે.
સરકારશ્રીના નિયમો મુજબ રાજય/જીલ્લા માર્ગ /રાષ્ટ્રીય ધોરીમાર્ગ મધ્ય બિંદુથી છોડવાના થતાં નિયત અંતર છોડયા બાદ બાધકામ કરવાનું હોય છે તેમજ આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગની અલાયદી પરવાનગી મેળવવાની હોય છે, ભાંધકામ ભૂકંપપ્રૂક કરવાનું હોય છે, ગુજરાત પ્રદુષણ બોર્ડની ધોરણસરની લેવાની થતી પરવાનગી મેળવવાની હોય છે અને પરવાનગીની શરતોનું પાલન કરવાનું હોય છે અને ફાયર સેફટી અન્વયે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી -આયોજન કરવાનું હોય છે.
આથી આપ સાહેબ દ્વારા ઉપરોક્ત ઔદ્યોગિક એકમના કંડલા-મુન્દ્રા નેશનલ હાઈવે નં.૮-એ ને અડીને કાર્યરત બોઈલર અને બાંધકામ બાબતે સરકારશ્રીના ઠરાવો તેમજ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર ઘટિત કાર્યવાહી કરવા તેમજ સદરહું ઔદ્યોગિક એકમ વ્યારા ખડકેલા મીઠાઓના ઢગલા અને ઔદ્યોગિક એકમના નામફેર બાબતે સમયમર્યાદામાં વટિત કાર્યવાહી કરવા મહેરબાની કરશોજી. જો આપ સાહેબ પ્વારા સમયમર્યાદામાં ઘટિત કાર્યવાહી કરવામાં નહી આવે તો અમો અરજદાર નામદાર કોર્ટ રાહે કાર્યવાહી કરાવવાનો અમારો હકક અબાધિત રાખીએ છીએ. જે આપ સાહેબને વિદિત થાય.

