ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ
April 25, 2025
0
મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ જિલ્લામાં પ્રોહિ-જુગારની બદી નેસ્તનાબુદ કરવા સારુ પ્રોહિ-જુગારના કેશો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી ક૨વા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલ હતા દરમ્યાન લાકડીયા પો.સ્ટેની હદ વિસ્તારમાં મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે રોડ પર એક નબર પ્લેટ વગરની મારુતિ વિટારા બ્રેજા કારમાં ભરેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી પ્રોહિબીશન એકટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
Share to other apps