મોટર સાઈકલ ચોરી ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભચાઉ પોલીસ....
April 22, 2025
0
મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ પૂર્વ-કચ્છ (ગાંધીધામ) નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા દાખલ થયેલ ગુનાઓ ડીટેક્ટ ક૨વા સુચના કરેલ હોઈ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ ભચાઉ વિભાગ,ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓએ સર્વેલન્સ સ્ટાફને અનડીટેક્ટ ગુના શોધવા જણાવેલ જેથી ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૫૦ ૩૦૧/૨૦૨૫ બી.એન.એસ કલમ 303(૨) મુજબના ગુના કામે સી.સી.ટી.વી ફુટેજ અને ટેકનિકલસોર્સ તથા હ્યુમન રીસોર્સીસ આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં ચોરી ગયેલ મો.સા. રજી.નંબર GJ 12 EA 0591વાળા મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ...
Tags
Share to other apps

