સામખીયારી પોલીસે 25 ઓવરલોડ ડમ્પર કર્યા ડિટેઈન, વાહનધારા નિયમભંગ બદલ કાર્યવાહી
પૂર્વ કચ્છ વિસ્તારમાં નમક ઉત્પાદન કરતા માફિયાઓ સામે પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છે. સામખિયાળી પોલીસે માળીયા હાઇવે પર શિકારપુર નજીક મીઠાનું પરિવહન કરતા 25 ડમ્પર ડિટેઈન કર્યા છે.પણ ભચાઉથી દિન પ્રતિ દિન ઓવર લોડ વાહનો બેફામ દોડી રહ્યા છે પૂર્વ કચ્છ RTO વિભાગ ગહેરી ઊંઘમાં છે ?? કેમકે ભચાઉમાં મીઠાના ઓવર લોડ વાહનો બેફામ દોડે છે તેમજ દરોજ સમાચારમાં પ્રસિદ્ધ થાય છે તેમ છતાં RTO વિભાગની કચેરી સુધી આ વિડિઓ જતો નથી !
મીઠાના ઓવર લોડ વાહનો પર રાજકીયનો હાથ ?
પૂર્વ કચ્છના ભચાઉના કડોલ રણમાંથી ગેર કાયદેસર મીઠાનો ઉત્પાદન કરી અને મીઠાની હેરફેરી થઈ રહી છે આ બાબતે અનેકો રજૂઆત અનેકો આંદોલન તેમજ રણમાં હત્યા પણ થઈ છતાં RTO વિભાગ અને ફોરેસ્ટ વિભાગ જાણે ગહેરી ઊંઘમાં હોય તે લોકો કહી રહ્યા છે ?? દરોજ ભચાઉ પાસે મીઠાના ઓવર લોડ વાહનના કારણે અકસ્માત થઈ રહ્યા છે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક નેતા જવાબદાર અધિકારી ને કાર્યવાહી કરવા રજૂઆત કરશે ??
સ્થાનિક ધારાસભ્ય કે સ્થાનિક નેતા મીઠાના ઓવર લોડ વાહન પર કાર્યવાહી કરવા રજૂઆત કરશે ??
મીઠાના કાળા કારોબાર તો જાગૃત યુવકની હત્યા કરાવે છે તેમજ મીઠાના ઓવર લોડ વાહનોના કારણે દરોજ અકસ્માત પણ થાય છે ત્યારે તાજેતરમા સામખીયારી પોલીસે RTO અને વન વિભાગની કામગીરી સામખીયારી પોલીસે કરી હતી ૨૫ જેટલા મીઠાના ઓવર લોડ ડમ્પર રણમાંથી ઝડપી લીધા હતા અને કાર્યવાહી કરી હતી પણ ભચાઉ વિસ્તારમાં કેટલા સમયથી મીઠાનો કારોબાર થઈ રહ્યો છે અને ઓવર લોડ વાહનો અકસ્માત કરી રહ્યા છે તેમજ ભચાઉ GEB સર્કલ થી ચાર રસ્તા સુધી લપસણો રોડ બની ગયો છે આ રોડ કોની હદમાં આવે છે અને કોણ આ રોડ બાબતે પાગલ લેશે તે જાણવાનો રહ્યો છે ?
ખાસ વાત એ છે કે નાની નાની પોસ્ટ નેતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે પણ છેલ્લા એક મહિના થી ભચાઉ GEB થી ચાર રસ્તા સુધી મીઠાના ઓવર લોડ વાહન ન કારણે રોડ લપસણો થઈ ગયો છે અને લપસણા રોડ પર અનેક અકસ્માત થાય છે જેની નોંધ જવાબદાર અધિકારી ન લેતા હોય તે સ્થાનિક લોકોના મુર્ખે ચર્ચા થઈ રહી છે..
કચ્છના ધારાસભ્ય કે સ્થાનિક નેતા મીઠાના ઓવર લોડ વાહનો પર કાર્યવાહી કરવા રજૂઆત કરશે????
પૂર્વ કચ્છના ભચાઉ હોય કે આજુબાજુના વિસ્તાર હોય અકસ્માત તો થતા હોય છે પણ વધારે પડતા મીઠાના ઓવર લોડ વાહનોના કારણે થતા હોય છે ત્યારે સ્થાનિક નેતા કે સ્થાનિક ધારાસભ્ય આ બાબતે જવાબદાર અધિકારી ને કાર્યવાહી કરવા રજૂઆત કરશે????