આ બાબતે અગાઉ વહીવટી તંત્રના ધ્યાને રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી માંગણી મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી - અશોક રાઠોડ શહેર કોંગ્રેસ સમિતિ
રાપર શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રમુખશ્રી અશોકભાઈ રાઠોડ દ્વારા રાપર નગરપાલિકા હેઠળના ૩.૫૦ કરોડના સૌથી મોટા પ્રોજેકટ આંઢુંવાળા તળાવનું રિનોવેશન અને રિમોડેલિંગ દ્વારા બ્યુટીફિકેશન કરવા અંગેની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારાઈ રહ્યો હોઈ જે ગઈ કાલે તા.૧૪/૦૬/૨૦૨૫ ના રોજ સિઝનના પહેલાં વરસાદમાં જ નબળી કામગીરી દેખાઈ આવી છે જેથી જ્યાં સુધી આ કામગીરીની ઉચ્ચ તટસ્થ તપાસ ના થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવામા આવે
તેમજ સદર કામ કરનાર એજન્સીની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવા સાથોસાથ બ્લેક લિસ્ટ કરી ભ્રષ્ટાચારમાં સામેલ તમામ જવાબદાર વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરી વધુમાં આ પ્રોજેકટ વાળો વિસ્તાર લોકોનો રહેણાક વિસ્તાર છે આવા નબળી ગુણવત્તા વાળી કામગીરી ના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના બનવાની શક્યતાઓ પણ રહેલી છે.કરેલ ભ્રષ્ટાચાર છુપાવવા માટે એજન્સી હરકતમાં આવે તે પહેલા જ તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી.