પ્રતિનિધિ : જયેશ ધેયડા
ભચાઉના જાગૃત નાગરિક દરજી મોહનભાઈએ ભચાઉના દબાણ અંગે ભચાઉ મામલતદાર કાર્યવાહી કરવા રજૂઆત કરી.
June 28, 2025
0
ભચાઉ શહેરમાં અનેક સ્થળ પર દબાણ છે ક્યાંક તો સરકારી જમીન પર દુકાનો અને કેબિનો બની ગઈછે તેના પર તંત્ર કાર્યવાહી ક્યારે કરશે ? દરજી મોહનભાઈએ જણાવ્યો હતો કે ભચાઉ મામલતદાર કચેરી દ્વારા ગત તારીખ ૨૭ એપ્રિલ સુધીમાં ભચાઉ શહેરમાં અનેક સ્થળ પર દબાણો છે તે હટાવવા નોટિસ અપાઈ હતી પરંતુ આજ દિન સુધી એકપણ દબાણ હટાવવામાં આવેલ નથી તેમ છતાં દિન પ્રતિ દિન ભચાઉ શહેરની સરકારી તેમજ પડતર જમીનનો પર ભૂમાફિયા દબાણ કરી અને ભાડો લઈ રહ્યા છે સાથે આ બાબતે ભચાઉ નગર પાલીકા પણ એક્શનમાં આવી અને સરકારી જમીનનો પર થયેલ દબાણ હટાવવી અને દબાણ કારકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.તેમજ ભચાઉ મેઈન બઝાર હોય કે પછી રેલવે સ્ટેશન રોડ કે ભચાઉનું નવું બસ સ્ટેશન તેમાં પણ દબાણ છે જે તંત્ર દૂર કરાવશે કે પછી ઉચ અધિકારી થી લેટર આવશે ત્યારે કાર્યવાહી કરશે ? ભચાઉના જાગૃત નાગરિકે વારંવાર દબાણ બાબતે જવાબદાર અઘિકારીને રજૂઆત કરી છે છતાં હજુ કાર્યવાહી કેમ નહીં ?????
Tags
Share to other apps

