મળતી માહિતી મુજબ, આ ઘટના સુરતના વરાછા હીરાબાગ વિસ્તારમાં બની હતી. સુરત મહાનગરપાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ તેમની ફરજ પર હતા અને રસ્તા પર રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન, અચાનક બે મહિલાઓ અને એક પુરુષ ત્યાં ધસી આવ્યા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ત્રણેય ઈસમોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મહિલાઓમાંથી એકે દાતરડું બહાર કાઢી ઢોર ડબ્બાના કર્મચારીઓ પર તાક્યું હતું અને તેમને ધમકાવતા કહ્યું હતું કે, "જો વચ્ચે આવશો તો જાનથી મારી નાખીશું." આ દ્રશ્યો જોઈને કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જાહેરમાં થયેલા આ હુમલા અને ધમકીના કારણે કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
બયૂરો ચીફ
સુનીલ ગાંજાવાલા સુરત

