કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેમજ ભારે વરસાદની આગાહી હોવાના કારણે અનેક મથક પર ભારે વરસાદ પડી હતો તેમજ ક્યાંક રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા હતા સાથે અનેક રૂટની બસ બંધ પણ કરવામાં આવી હતી.કચ્છમાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોની સુરક્ષા-સલામતી માટે લીધા સરાહનીય પગલાં; નદી અને નાળા, ડેમ સહિતના ભયજનક સ્થળોએ વરસતા વરસાદ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરાયું...
નીચાણવાળા વિસ્તારના લોકોના સ્થળાંતરથી લઇને જોખમી રોડ-રસ્તાને બંધ કરાયા;