મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમાર સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અંજાર વિભાગ, અંજાર દ્વારા મિલકત સંબંધી ગુનાઓને ઝડપથી ઉકેલવા તથા સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા અંગે આપેલ જરૂરી સુચના અન્વયે દુધઈ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૪૨૫૦૨૫૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૦૫,૩૩૧(૩), (૪) મુજબનો ગુનો સુખપર સીમ વિસ્તાર સર્વે નંબર.૧૨૧ વાળી જમીન તા.ભચાઉ-કચ્છ ખાતે બનેલ જે તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક.૦૦/૧૫ વાગ્યે જાહેર થયેલ તે એવી રીતે કે એક ભગવા કપડા પહેરેલ ઇસમ પોતાની ઓળખ એક આશ્રમના મહંત તરીકે આપી પોતાને સપનામાં ફરીયાદીનું દુખ દુ૨ ક૨વા માટે નિમિત્ત બનાવેલ છે તેમ ફોનથી કહી ફરી.ના ખેતરમાં વિધી કરવાનું કહેલ જે ઉપરોક્ત બતાવેલ જગ્યા વાળી જમીનમાં સવારના ભાગે તે ઈસમ દ્વારા વીધી કરી સાંજના સમયે તે જગ્યા પર ફરી.
ને માટી ખોદવાનું જણાવેલ જેથી ફરી. દ્વારા તેમ કરતા ત્યાથી ભગવાનની મુર્તિ તથા સિલ્વર કલરના સિકકા નિકળેલ તો તે ઈસમ દ્વારા ભગવાન પ્રશશ્ન થયા હોવાનું જણાવેલ અને કહેલ કે જેમજેમ ધન અને રૂપિયા જમીનમાં દાટશો તેટલુ ધન વધારે બહાર આવશે તેથી ફરી. દ્વારા તેની વાતોમાં આવી ઘરે રહેલ બાપા દાદાની માલિકીના જુના સમયના સોનાના દાગીના, સો ગ્રામ સોનાનુ બિસ્કેટ તથા રોકડા રુપિયા એક ડબ્બામાં ભરી ને ઇસમના કહેવા મુજબ જમીનમાં દાટી દિધેલ ત્યારબાદ તેના દ્વારા ફોનથી જણાવેલ કે તે જગ્યા તા.૧૧/૦૯/૨૦૨૫ સુધી સાંજ સવાર અગરબત્તી કરી ત્યારબાદ ખાડો ખોદવાનુ જણાવેલ હતુ જેથી ઉપરોક્ત તારીખે ફરી.દ્વારા તેમ કરતા કોઈ દાગીના કે રોકડા રૂપિયા મળેલ નહી જેથી ઈસમને ફોન ક૨તા ફોન ઉપાડેલ નહી અને ત્યારબાદ ફોન સ્વીચઓફ કરી દીધેલ આમ આ ઇસમ ફરીયાદી સાથે ઈશ્વાસઘાત કરીને આ સોનાના દાગીના તથા રોકડા રુપિયાની ચોરી કરી લઈ ગયેલ હોય
જેથી સદરહું ગુનાહીત વિશ્વાસઘાતથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા તથા સંડોવાયેલ આરોપીને ઝડપથી પકડી પાડવા શ્રી આર.આર.વસાવા પોલીસ ઈન્સ્પેકટર દુધઈ પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફ સાથે જરુરી ટીમો બનાવી
પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમન રીસોર્સીસ તથા ટેક્નિકલ એનાલીસીસ આધારે સદરહું મહંત તરીકે ઓળખ આપનાર ઇસમ ૨મેશનાથ ધીરાનાથ વાદી ઉ.વ.૩૫ રહે.વાદીનગર ભચાઉ તા.ભચાઉ જિ.કચ્છ હાલે રહે.જુની મોટી ચિરઈ તા.ભચાઉ જિ.કચ્છ વાળાને તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક.૦૨/૦૦ વાગ્યે ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સદરહું આરોપી જે વિવિધ આશ્રમોના સંત/મહંત તરીકેની ઓળખ આપી સીધી રીતે તથા આડકતરી રીતે મોબાઈલ ફોનથી માણસોનો સંપર્ક કરી ધરેણા તથા રોકડા રૂપિયા જમીનમાં દટાવી વધારે સોનુ તથા રુપિયા મળશે તેવી લાલચ આપીને વિશ્વાસઘાત કરી ત્યારબાદ ચોરી કરી લઈ જવાની મોડેસ ઓપરેન્ડી (MO) ધરાવે છે.
:: ગુનાની વિગત ::
દુધઈ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર:-૧૧૯૯૩૦૧૪૨૫૦૨૫૮/૨૦૨૫ ભારતીય ન્યાયઉપરોક્ત કામગીરી આર.આર.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને દુધઈ પોલીસ સ્ટાફ UHC હરદેવસિંહ સરવૈયા,PC ના૨ણભાઈ,PC ભરતભાઈ, PC યોગેશભાઈ,PC વિષ્ણુભાઈ નાઓ કરવામાં આવેલ. સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૦૫,૩૩૧(૩), (૪) મુજબ
:: આરોપીઓની વિગત ::
રમેશનાથ ધીરાનાથ વાદી ઉ.વ.૩૫ રહે.વાદીનગર ભચાઉ તા.ભચાઉ હાલે રહે.જુની મોટી ચિરઈ તા.ભચાઉ જિ.કચ્છ
ઉપરોક્ત કામગીરી આર.આર.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર અને દુધઈ પોલીસ સ્ટાફ UHC હરદેવસિંહ સરવૈયા,PC ના૨ણભાઈ,PC ભરતભાઈ, PC યોગેશભાઈ,PC વિષ્ણુભાઈ નાઓ કરવામાં આવેલ.