ગુજરાત રાજ્યને નવા પોલીસ મહાનિર્દેશક મળ્યા છે. વરિષ્ઠ IPS અધિકારી ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. તેમની નિમણૂંકથી રાજ્યના કાયદા અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડૉ. કે.એલ.એન. રાવ એક અનુભવી અને કડક પ્રશાસક તરીકે ઓળખાય છે. તેમણે અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહીને ઉત્તમ સેવા આપી છે.
તેમની કાર્યશૈલી, શિસ્ત અને જનસેવા પ્રતિ પ્રતિબદ્ધતા માટે તેઓ જાણીતા છે.
નવા DGP તરીકે પદભાર સંભાળ્યા બાદ ડૉ. રાવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવી, ગુનાખોરી પર કડક નિયંત્રણ લાવવું તથા પોલીસ તંત્રને વધુ જનમુખી બનાવવાની પ્રાથમિકતા દર્શાવી છે.<
/div>
ગુજરાત રાજ્યના નાગરિકોમાં તેમની નિમણૂંકને લઈ સકારાત્મક પ્રતિભાવ જોવા મળી રહ્યો છે અને રાજ્યના વિકાસ તથા સુરક્ષામાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

