“ગરીબોની રેંકડી પર કાર્યવાહી, પરંતુ ભાજપના નેતાઓના દબાણ સામે મૌન? : એસ.ડી. ઝાલા પર ઉઠ્યા સવાલો”

0
ભચાઉ નગરપાલિકા ના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા નગરમાં એક તરફ ગરીબ રેંકડી-પાથરણા ધંધાર્થીઓ સામે દબાણ હટાવવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ શહેરના રહેણાંક વિસ્તારોમાં રાજકીય આશ્રય હેઠળ ગેરકાયદેસર દબાણો વધી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે.આજના દિવસે ભચાઉના લાયન્સ નગર વિસ્તારમાં દલિત સમાજને લગતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાકા દસ્તાવેજ મુજબ જાહેર માર્ગ તરીકે નોંધાયેલ જગ્યાને સંપૂર્ણ રીતે બંધ કરીને ધાર્મિક હોલના નામે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.આ બાબતે અરજદાર પ્રકાશ મહેશ્વરી દ્વારા બે વર્ષ પહેલા દબાણ દૂર કરવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી, પરંતુ તે અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલ ફરીથી એ જ સ્થળે બાંધકામ શરૂ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
અરજદાર દ્વારા રજૂઆતમાં દબાણ કરનાર ભૂમાફિયાઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ભચાઉના એક મહિલા ભાજપ આગેવાનનું નામ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ મહિલાએ પોતે પણ સરકારી જમીન પર દબાણ કરેલું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરજદાર દ્વારા આ પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે દલિત સમાજના લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે.આ મામલે અરજદારે સરકારી તંત્ર અને કાયદાના રક્ષકોને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો 23 માર્ચ સુધી જાહેર માર્ગ પરથી દબાણ દૂર કરવામાં નહીં આવે અને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં નહીં આવે તો નાયબ કલેકટર કચેરી સામે અનિશ્ચિત મુદત સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. જેના માટે નગરપાલિકા તંત્ર અને નાયબ કલેકટર જવાબદાર રહેશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top