તંત્રનું કામ પોલીસે કર્યું, હવે જવાબદારી તંત્રની!

0
નખત્રાણા તાલુકાના મથલ પાસે રોડ પર પડેલા ખાડાને લઈને ફરી એકવાર તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. ગઈકાલે રાત્રે ખાડા અને પાણીના કારણે થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાએ માર્ગ સલામતી અંગે ચિંતા વધારી દીધી હતી.આ ઘટના પ્રકાશમાં આવતા, નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. સરવૈયાની સૂચના હેઠળ ટ્રાફિક ટીમે તાત્કાલિક પગલાં લીધા.
ટ્રાફિક જમાદાર નિકુલદાન ગઢવી, ભુરુભા જાડેજા અને તેમની ટીમ દ્વારા ખાડાને ટેમ્પરરી રીતે પૂરવામાં આવ્યો, જેથી વધુ અકસ્માતો અટકાવી શકાય.લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને પોતાનો ફરજથી વધુ જવાબદારીનો પરિચય આપ્યો. જોકે,
જે કામ તંત્રએ કરવું જોઈએ તે કામ પોલીસ દ્વારા કરવામાં આવતા સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પોલીસ “શ્રમ યજ્ઞ” કરી રહી છે, તો તંત્ર કેમ નિષ્ક્રિય છે? માર્ગની કાયમી મરામત માટે હવે તંત્રએ તરત જ કાર્યવાહી કરવી જરૂરી બની છે.પોલીસની સતર્કતા અને કાર્યપ્રતિષ્ઠાને સ્થાનિકોએ વખાણી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : બાવા ચંદ્રેશનાથ કરમનાથ ( નખત્રાણા)
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top