ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.....

0
આગામી સમયમાં ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની ચિરઈ મેળો, રમઝાન ઈદ, ચેટીચાંદ અને રામનવમી જેવા તહેવારો નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર તા.
19/03/2026 ના રોજ સાંજે 17:00 થી 17:30 કલાક દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં વિસ્તારના વિવિધ સમાજોના આગેવાનો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
તહેવારો દરમિયાન શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તમામ આગેવાનો દ્વારા પોલીસને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તહેવારો દરમિયાન શાંતિ જાળવે, અફવાઓથી દૂર રહે અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top