ભચાઉમાં નવા PI ઝાલા સામે મોટો સવાલ: ગાંજાના વેપાર પર કડક કાર્યવાહી થશે કે નહીં?

0
ભચાઉ શહેરમાં તાજેતરમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યાના બાદ ગાંજાના વેપારમાં વધારો થયો હોવાની લોકચર્ચા જોર પકડી રહી છે. શહેરના જૂના બસ સ્ટેશન તેમજ જય માતાજી ચોક નજીક ખુલ્લેઆમ ગાંજાનો વેપાર ચાલી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં એક તરફ નગરપાલિકા અને પોલીસ દ્વારા નાના લારી-ગલ્લા દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી તરફ ગેરકાયદેસર ગાંજાના વેપાર સામે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.
આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું કાયદાની અમલવારીમાં દ્વિધા ધોરણ અપનાવવામાં આવી રહ્યા છે?પૂર્વ કચ્છના અન્ય વિસ્તારોમાં ગાંજાના વેપાર સામે પોલીસ દ્વારા રેડ અને કાર્યવાહી થતી હોવાની માહિતી વચ્ચે ભચાઉમાં આવા સ્થળોએ કાર્યવાહી કેમ થતી નથી તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે.હાલમાં આ તમામ મુદ્દા લોકચર્ચા અને આક્ષેપના આધારે સામે આવ્યા છે. આ મામલે સત્તાવાર પુષ્ટિ અથવા પોલીસ વિભાગની કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top