રાપર ખાતે વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય મહારેલી અને સામાજિક શક્તિ પ્રદર્શન યોજાશે

0
રાપર: ભારત રત્ન, બંધારણના શિલ્પી અને વિશ્વ વિભૂતિ B. R. Ambedkarની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ રાપર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિશાળ ‘મહારેલી’
તથા ‘સામાજિક શક્તિ પ્રદર્શન’ યોજાશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આજે ‘ડૉ. આંબેડકર યુવા ગ્રુપ’ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના અગ્રણીઓ અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ડૉ. આંબેડકર યુવા ગ્રુપ (રાપર તાલુકા), સમસ્ત મેઘવાળ સમાજ (રાપર) તેમજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કાર્યક્રમમાં સમગ્ર વાગડ પંથકમાંથી હજારો લોકો જોડાય તે માટે વિશાળ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. મહારેલીના રૂટ, જાહેરસભાનું સ્થળ,
સુરક્ષા તથા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.કાર્યક્રમ મુજબ સવારે ૮:૩૦ કલાકે રાપર સ્થિત ન્યાયાલય નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ અહીંથી ભવ્ય મહારેલી પ્રસ્થાન કરશે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સામાજિક એકતા અને શક્તિનું પ્રદર્શન કરશે. મહારેલીમાં યુવાનો, વડીલો તથા માતા-બહેનો ઉત્સાહભેર જોડાશે.મહારેલીના સમાપન બાદ બપોરે ૧૨:૦૦ કલાકે દેના બેંક ચોક ખાતે વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તાઓ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો, જીવનદર્શન અને સમાજ પ્રત્યેના તેમના યોગદાન પર પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવશે.આ ઉજવણીમાં રાપર તાલુકાના તમામ ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે મહોત્સવ સમિતિ દ્વારા ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરો દ્વારા રાત-દિવસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.આ બેઠકમાં સામાજિક અગ્રણીઓ સર્વશ્રી અશોકભાઈ રાઠોડ, દિલીપભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, કાંતિલાલ રાઠોડ સહિત મોટી સંખ્યામાં યુવા ગ્રુપના કાર્યકરો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top