છળકપટથી મેળવેલ એક્ટીવા સાથે આરોપી ઝડપાયો

0
ભચાઉ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી છળકપટ કે ચોરીથી મેળવેલ જ્યુપીટર એક્ટીવા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાના સુચનાથી ભચાઉ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે રાજેશ રમેશભાઈ કુવરીયા (દેવીપુજક), રહે. સુંદરપુરી ગાંધીધામ, વોંધ પુલિયા પાસે પોતાના કબ્જાની જ્યુપીટર એક્ટીવા નં. GJ-12-CE-1919 સાથે ઉભો છે, જે વાહન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા હતી.બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીને એક્ટીવા સાથે ઝડપી પાડી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.પકડાયેલ આરોપી રાજેશ રમેશભાઈ કુવરીયા (દેવીપુજક), ઉંમર 25 વર્ષ, રહે. ગણેશ મંદિરની બાજુમાં, સુંદરપુરી, ગાંધીધામ, મૂળ વતન રાધનપુર બસ સ્ટેશન પાછળ ગોઠડાવાસ, તા. રાધનપુર, જી. પાટણનો હોવાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top