અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સરસ્વતી સન્માન, કારકિર્દી માર્ગદર્શન અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
May 29, 2026
0
અંજાર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી મામૈદેવ બગથળા યાત્રાધામના પટાંગણ ખાતે ભવ્ય “સરસ્વતી સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧૦ થી લઈને અનુસ્નાતક સુધી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ધર્મગુરુ ખીમજીદાદા ધનજીદાદા માતંગ,
અનિલભાઈ માતંગ, ભરતભાઈ માતંગ, શંભુભાઈ આત્મારામ મારાજ, ખમુભાઈ ખીમરાજભાઈ માતંગ, કાંતિભાઈ એસ. ધોરિયા, ડાયાલાલ કેશવજી બળગા, મંગલજીભાઈ ઢેરા, લાલજીભાઈ વેલજીભાઈ બળગા, સુરેશ વાલજીભાઈ ઝંઝક, અજીતભાઈ ખેતશીભાઈ વિંઝોડા અને મગનલાલ કન્નડ સહિતના સમાજના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ધર્મગુરુ શ્રી ખીમજીદાદા માતંગે પોતાના આશીર્વચનમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણના સિંચન વિના સમાજનો ઉત્થાન શક્ય નથી.” સમાજના દરેક પરિવારે બાળકોને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.સમાજના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે અધ્યક્ષીય પ્રવચનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનપ્રસંગોને યાદ કરી વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી સંઘર્ષ, જીવન મૂલ્યો અને શિક્ષણનું મહત્વ સમજવાની શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ દ્વારા જ પ્રગતિ અને સશક્તિકરણ શક્ય છે.આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દી પ્રવાહો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નયનાબેન સુનિલભાઈ મહેશ્વરીએ આઈ.ટી.આઈ. પ્રવાહ અંગે, અમૃતાબેન અજીતભાઈ દેવરિયાએ પી.ટી.સી. અભ્યાસ અંગે, રવિભાઈ કોચરાએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે તેમજ સુનિલભાઈ મહેશ્વરીએ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત્ત શિક્ષક શ્રી એન. કે. ધોરિયાએ વિદ્યાર્થીઓને કૌશલ્યલક્ષી શિક્ષણ અને જીવનમૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપી યોગ્ય દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે સમાજ અગ્રણી શ્રી ખેતશીભાઈ વિંઝોડા પરિવાર દ્વારા સમાજના વિદ્યાર્થીઓને ૨૩૦૦થી વધુ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જેને જ્ઞાતિજનોએ વધાવી લીધું હતું.કાર્યક્રમના દાતાશ્રીઓ તરીકે શેઠ શ્રી પાલુભાઈ સામતભાઈ સિંધવ પરિવાર, ખેતશીભાઈ વિંઝોડા પરિવાર તથા કનુભાઈ ઠક્કર (રમેશ જનરલ સ્ટોર) દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. ઉપરાંત સમાજના અન્ય દાતાઓ દ્વારા પણ આ શૈક્ષણિક યજ્ઞમાં આર્થિક અને સાહિત્યિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો, જે બદલ સમગ્ર સમાજે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમૃતભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભારવિધિ મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા જગાવનાર સાબિત થયો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં તમામ તજજ્ઞોને સમાજના યુવા આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવા અગ્રણી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, રમેશભાઈ લક્ષ્મણભાઈ દુગડિયા, એડવો. કમલેશભાઈ માતંગ, કાંતિભાઈ એસ. ધોરિયા, અશોકભાઈ વી. બડગા, આઝાદભાઈ નોરિયા, પ્રકાશભાઈ રોંશિયા, સુરેશભાઈ આત્મારામ પારિયા, હિતેષભાઈ આયડી, એડવો. પ્રવીણભાઈ થારૂ, શંકરભાઈ વારસંખીયા, હીરજીભાઈ બળગા, અજયભાઈ ફુફલ, દેવજીભાઈ વિંઝોડા, નરશીભાઈ ધુવા, શૌર્ય આઝાદ નોરિયા અને પૂનમચંદ ધુવા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Tags
Share to other apps

